Abtak Media Google News

જામનગરના કાલાવડ અને રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં તરખાટ મચાવનાર ચડ્ડી બનિયાનધારી ગેંગને કાલાવડ પોલીસે પકડી પાડી છે.થોડા દિવસો પહેલા કાલાવડના જીનીંગના કારખાનાઓમાં ચોરીની ઘટના સામે આવી હતી આ અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા.આ ચોર ટોળકીની પેલીસ તપાસ કરી રહી હતી દરમિયાન બાતમીના આધારે પોલીસે ચડ્ડી બનિયાન ગેંગના ૯ શખ્સોને પકડી પાડ્યા છે.

કઇ રીતે કરતા ચોરી ?

પોલીસના જણાવ્યા અનુસાર આ ચોર ટોળકીના સભ્યો એક જ પ્રદેશના છે અને દૂરના સગાં થાય છે.આ ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યોએ સાથે મળીને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ રાત્રીના સમયે જ ઔધોગિક વિસ્તારોને ટાર્ગેટ કરીને ચોરી કરવા નીકળતા હતા અને સાથે પથ્થરો રાખતા હતા. જો કોઇ વ્યક્તિ આવી જાય તો તેના પર પથ્થર વડે હુમલો પણ કરતા હતા.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ ટોળકીએ પહેલા કાલાવડમાં કારખાનાઓને નિશાન બનાવ્યા હતા.જો કે પોલીસનું પેટ્રોલિંગ વધી જતા આ ટોળકી રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં પણ ૧૦ જેટલા કારખાનાઓમાંથી ચોરી કરી હતી. જો કે ફરી ચોરી કરવા આવતા પોલીસે આ ટોળકીને પકડી પાડી છે.

આરોપી

 

1 -મુનિલ ઉફે મુનો બામણિયા
રહે. જસાપર

2 અનિલ બામણિયા
રહે.જસાપર

3. ધમેશ ઉફે ધમો વાસકેલા .
રહે મોરબી

4 રેમલા ઉફે રામલાલ અલાવા
રહે. કોઠા પીપળીયા

5 પપ્પુ મોહનીયા
રહે.મોરબી

6 અમરસિંહ ઉફે નાંન્કો વાસકેલા
રહે.મોરબી

7 મંગેશ ઉફે રમેશ વાસકેલા
રહે.મોરબી

8 વેલસિંહ ઉફે રાજુ વાસકેલા
રહે. ઘાટીલા

9 ભૂરાભાઈ અલાવા
રહે .મોરબી

આ શખ્સો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલમાં કેટલાક શખ્સો કાલાવડ તાલુકામાં ખેતમજૂરી કરતા હતા તો કેટલાક મોરબી સિરામીકના કારખાનામાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.જેને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ અત્યાર સુધીમાં કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.