Abtak Media Google News

આવકવેરા વિભાગ દ્વારા ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ શરૂ કરાયું: શંકાસ્પદ બેન્ક એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ સહિતના મુદ્દે વિગતો મેળવી તપાસ કરાશે

આવકવેરા વિભાગ દ્વારા વિદેશમાં રહેલી ભારતીયોની બેનામી સંપત્તિ ઉપર તપાસ કરવા માટે નવો ડિપાર્ટમેન્ટ શરૂ કરવમાં આવ્યો છે. આ સ્પેશિયલ યુનિટ વિદેશમાં ભારતીયોની બેનામી સંપત્તિ અને બ્લેક મની અંગે તપાસ કરશે. આ ડિપાર્ટમેન્ટને અત્યારે ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ તરીકે ઓળખવામાં આવે છે.

તાજેતરમાં જ દેશના વિવિધ ભાગમાં ૧૪ અલગ-અલગ ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટોરેટ ના માધ્યમથી આ યુનિટની રચના કરવામાં આવી હતી જે વિભિન્ન પ્રકારે થતી કરચોરી સહિતની બાબતો ઉપર બાજ નજર રાખી પગલાં પણ લેશે. ઇન્કમટેક્સ વિભાગ માટે સીબીડીટી દ્વારા પોલીસી પણ ઘડી કાઢવામાં આવી છે.

ગત નવેમ્બર મહિનામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એક્સિસ દ્વારા આવકવેરા વિભાગની ૬૯ પોસ્ટને યુનિટમાં સમાવવા દરખાસ્ત થઈ હતી જે પહેલા નાણામંત્રી નિર્મલા સિતારામન પાસે આ યુનિટની મંજૂરી  લેવામાં આવી હતી. ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ વિવિધ ડિરેક્ટોરેટ સાથે મળીને વિદેશમાં રહેલી ભારતીય નાગરિકોની બેનામી સંપતિ આ અંગે કાર્યવાહી કરશે કેટલાક દેશોમાં બેનામી સંપત્તિ બાબતે ભારત સાથે કરાર થઈ ચૂક્યા છે તાજેતરમાં જ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમીક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ(ઓઇસીડી) તથા ફાઇનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ ભારત દ્વારા વૈશ્વિક સ્તરે હવાલા ટેરર ફંડિંગ અને કર ચોરી સહિતના મામલે ધારાધોરણ ઘડી કાઢવામાં આવ્યા હતા જેને આવકવેરા વિભાગનું નવું યુનિટ પણ અનુસરશે.

નોંધનીય છે કે, થોડા વર્ષો પહેલા વિદેશમાં અને દેશમાં રહેલી બેનામી સંપત્તિ અને કાળા નાણાના પ્રશ્ને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકા ફોરેન એકાઉન્ટ ટેક્સ કંપલાઇન્સ એક્ટ મામલે સમજૂતી સધાઈ છે આવી જ રીતે વિદેશમાં ભારતીય નાગરિકના બેંક મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ, પેન્શન સહિતની વિગતો પુરી પાડવામાં સહકાર લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.