Abtak Media Google News

આપણો દેશમાં રાજસત્તા અને ધર્મસત્તાની કમજોરી અંગે પૂન: આત્મખોજ કરવાનો સમય પાકી ગયો છે: લદાખ સરહદે ચીનના હુમલાની ગંભીરતાને રખે કોઈ ઓછી આંકે: જન્માષ્ટમીના તહેવારની ઉજવણી નહીં થઈ શકવાની જાહેરાત અશુભ !

વંઠુ વંઠુ થતા આપણા દેશને નસત્યમ શિવમ્ સુન્દરમ્ની ‚ડી કંઠીની તાતી જ‚ર: મા જગદંબાના તહેવાર સુધી કોરોનાના અવરોધોને નહિ પહોચવા દેવા હાલની તમામ ગતિવિધિઓને વ્યર્થ ન જવા દેવા રાજસત્તા અને ધર્મસત્તા કમ્મર કસવાની અપેક્ષા

આપણો દેશ અત્યારે કેટલાક વખતથી એકધારો નકોરોનાથની કાળમુખી થપાટોથી હેરાન પરેશાન છે અને તેણે હજુ કયાં સુધી આ હાલત ભોગવવી પડશે તેની આગાહી કોઈ કરી શકતા નથી. એટલામાં ચીનના ભારતીય પ્રદેશ ઉપર લશ્કરી હુમલાની અગ્નિપરીક્ષા આવી પડી છે. હમણા સુધી ડોકલામનો ભડકો પજવતો રહ્યો હતો, હવે તેણે લદાખ સરહદે લશ્કરી તનાવ સર્જીને ભારત સામે સૈનિક-અથડામણની પરિસ્થિતિ સર્જી છે. આમ, આપણા દેશની રાજસત્તાક તેમજ ધર્મસતા, બંનેની કમજોરી, ખૂલ્લી થયા વિના રહી નથી.

Advertisement

ઓછામાં પૂ‚ કોરોનાએ સર્જેલી વિટંબણાઓને લીધે શ્રી કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી)નો તહેવાર ઉજવવાની અશકિતે દર્શાવાઈ છે.

આપણા દેશના આ ધાર્મિક તહેવારની ઉજવણી પણ કદ‚પી તરાપ પડી છે. છેલ્લા ઘણા વખતથી આપણા દેશની એક પેઢી આપણા ધાર્મિક તહેવારોની ઉજવણીમાં આપણી અસ્સલ સંસ્કૃતિને, સંસ્કારને અને સભ્યતાને કોરાણે મૂકી રહી હોવાનો આભાસ થાય ચે.

આપણા દેશમાં રાજસત્તા, ધર્મસતા અને જાગૃત લોકશકિત વચ્ચે હઠીલી તાણખેંચ ચાલી રહી છે. બીજી એક હઠીલી તાણખેંચ આપણા દેશના સંસ્કાર સંસ્કૃતિ ને વંઠુ વંઠુ થતી નવી પેઢી તથા સત્યમ, શિવમ, સુંદરમની વૈદિક કંઠી વચ્ચે ચાલી રહી છે.

આપણો દેશ લોકશાહીને બંદીવાન બનાવી બેઠેલા તાનાશાહોનાં રાક્ષસી પંજાના તરફડે છે. ભ્રષ્ટાચાર સામેના યુધ્ધમાં તાનાશાહોનો હાથ ઉપર રહ્યો છે ને લોકશકિત પરાજીત થતી રહી છે. રાજસતા અને ધર્મસતા વચ્ચે જબરી સાંઠગાંઠ પ્રવર્તતી હોવાનું હવે તો છતુ થઈ ગયું છે. વેદકાળમાં ઋષિમૂનિઓ સર્વોપરી હતા રાજકર્તા અને રાજકુમારો આસુરી શકિતને મ્હાત કરવા ઋષિમૂનિઓની વ્હારે ચઢતા હતા આજે ધર્મસતા કોઈને કોઈક પ્રકારે રાજસત્તાની મોહતાજબની છે. પરિણામ શ્રી સાધુનામનો યુગ હવે બદલાઈ ગયો છે. લોકશાહીનું તાનાશાહો અને તેમના ગુલામો ખુશામતખોરી દ્વારા દ્રોપદીના વસ્ત્રાહરણ કરતાય વધુ હલકટાઈભર્યું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. આજના દેશકાળની અનેક દ્રોપદીઓ લંપટ અને હેવાન લોકોના હાથે વસ્ત્રવિહોણી બનીને બળજબરીપૂર્વક પીડીતા બને છે. સગીરાએ બાળકીઓ પણ આવા પાશવીપણાની મૂકત નથી રહી શકતી.

વિચારધારાના વહેણ જુદા જુદા હોઈ શકે.

રાજકીય પ્રવાહો અને ધાર્મિકતાના પ્રવાહો પણ જુદા જુદા હોઈ શકે. પરંતુ નકોરોનાથનો પ્રવાહ કાંઈક જુદી જાતનો જે રહ્યો છે.

એકવીસમી સદીમાં આપણે આપણા દેશને કયાં ને કયાં પહોચાડી દેવાની અને આપણા દેશની ભયાનક ગરીબાઈને કમસેકમ વશમાં લેવાની આપણી રાજસત્તા તેમજ ધર્મસત્તાએ ખ્વાહીશ રાખી હતી.

ભારતનો સુવર્ણયુગમાં પ્રવેશ કરાવી દેવાની પણ આપણા સત્તાધીશોએ અને ધર્માત્માઓએ તમન્ના સેવી હતી. પરંતુ દિલ કે અરમા આંસુઓમે બે ગયે એવી સ્થિતિ વચ્ચે આપણો દેશ અને આપણો બધા (મોટાભાગના) જીવી રહ્યા છીએ.

કવિ પ્રદીપજીએ લખેલું ગીત અત્યારે તો વધુ ક‚ણાજનક બન્યું છે.

દેખ તેરે સંસાર કી હાલત, કયા હો ગઈ ભગવાન,

કિતના બદલ ગયા ઈન્સાન !

ચાંદ ન બદલા સૂરજ ન બદલા

ન બદલા યે આસમાન…

કિતના બદલ ગયા ઈન્સાન !

આપણો દેશ બદલ્યો છે…મનુષ્યો બદલ્યા છે… આપણી રાજસત્તા અને ધર્મસત્તા, બંને એકવીસમીસદીની આપણી ખ્વાહિશમાં ખરા ઉતરી શકયા નથી. ચીન ભારતની સામે લડે છે.

પાકિસ્તાન ભારતનો પહેલા નંબરનો શત્રુ છે.

ભારતની કોરોનાગ્રસ્ત આર્થિક હાલત કંગાળ છે. ભારત અને વિશ્ર્વ મંદીના ખોફનાક પંજાબમાં છે. પરમેશ્ર્વરને પ્રાર્થના એ જ અસરકારક ઉપાય છે. પ્રાર્થના મહાશકિત છે. આપણા દેશને અને વિશ્ર્વને કસોટીમાંથી પાર ઉતારે એવી પ્રાર્થના !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.