Abtak Media Google News

પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં) અતિ ભારે રાજકોટ, જામનગર, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભારે વરસાદની આગાહી: કચ્છને પણ મેઘો તરબોળ કરશે

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સોમવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના સાત જીલ્લામાં મુશળધાર વરસાદ ખાબકશે. સવારથી રાજયના 74 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વિસાવદરમાં બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ વરસી જા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 33 જીલ્લાના રર8 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં સવા આઠ ઇંચ વરસાદ પડયો હતો. રાજયમાં અત્યાર સુધીમાં સીઝનનો 23.49 ટકા વરસાદ વરસી ગયો છે. આગામી સોમવાર સુધી ભાર વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન સવારથી જુનાગઢ, દેવભૂમી દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર, અમરેલી, રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે.

આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ભારેથી અતિભારે અને દ. ગુજરાતના સુરત, ડાંગ અને તાપી સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જયારે કચછમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી સોમવારથી મેધરાજા રાજયમાં હેત વરસાવતા રહેશે.

સવારથી રાજયના 101 તાલુકાઓમાં ઝાપટાંથી લઇ 3ાા ઈંચ સુધી વરસાદ

સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજયભરમાં આજે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે સવારે ચાર  કલાકમાં ઝાપટાંથી લઇ 3ાા ઈચ સુધી વરસાદ વરસી ગયો હતો. 101 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.

પોરબંદરના કુતિયાણામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટમાં પણ મેઘરાજા ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે.સવારે નખત્રાણામાં ર9 મીમી, જોડીયામાં ર8 મીમી, માણાવદરમાં રપ મીમી, મેંદરડામાં ર4 મીમી, ભાણવડમાં ર4 મીમી, લીલીયામાં રર મીમી, ગાંધીધામમાં ર0 મીમી, ઉપલેટામાં ર0 મીમી, રાણાવાવમાં 19 મીમી, ભુજમાં 16 મીમી, દ્વારકામાં 1પ મીમી, ખંભાળીયામાં 1પ મીમી, જુનાગઢમાં 14 મીમી, અંજારમાં 14 મીમી, પોરબંદરમાં 13 મીમી, ધારીમાં 13 મીમી, કેશોદમાં 1ર મીમી અને વંથલીમાં 11 મીમી વરસાદ પડયો હતો. જયારે ધોરાજી, જેતપુર, લખપત, બગસરા, અબડાસા, મુઁદ્રા, માળીયા મીયાણીમાં માંડવી, ગોંડલ, ભચાઉ, અમરેલી, જામકંડોરણા લોધીકા, રાપર અને તાલાલામાં હળવા ઝાંપટા પડયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.