Abtak Media Google News

વધુમાં વધુ અસંગઠીત શ્રમયોગીઓ કેમ્પનો લાભ લઇ ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા મદદનીશ શ્રમ આયુકત દ્વારા અપીલ

અબતક, જામનગર

Advertisement

અસંગઠીત શ્રમયોગીઓ જેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતીકામ, મનરેગા, માછીમારી, આશા બહેનો, આંગણવાડી બહેનો, ફેરીયાઓ,ઘરેલુ કામદારો,રીક્ષા ડ્રાઈવરો ,ઘરે કામ કરતા શ્રમયોગીઓ, તથા નાના વ્યવસાયકારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે જામનગર જિલ્લામાં સમગ્ર જુલાઈ માસ દરમ્યાન વિવિધ જગ્યાએ ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણીની પ્રક્રીયા કાયમી ધોરણે નજીકના સી.એસ.સી. સેન્ટર કે ઈ-ગ્રામ સેન્ટર અથવા મોબાઈલ પરથી પર જાતે કરી શકાય છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ તેમજ બેંકની પાસબુક સાથે રાખવાની રહેશે.

ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પનું સ્થળ અને તારીખ નીચે પ્રમાણે આયોજન કરેલ છે. તો વધુમાં વધુ અસંગઠીત શ્રમયોગીઓ આ કેમ્પનો લાભ લઈ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવે તે માટે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા અપીલ કરવામાં આવે છે. તા.08 થી તા.10 જુલાઇ સુધી પટેલ સમાજ, સેટેલાઈટ પાર્ક, લાલપુર રોડ ખાતે પણ ઇ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પનું વિશેષ આયોજન કરાયું છે. વધુમાં જિલ્લાના અન્ય સ્થળોમાં તા.08-07-2022 ના રોજ રૂષી કોમન સર્વીસ સેન્ટર, પહેલો માળ, વિશાલ મેડીકલની સામે, પહેલો ઢાળીયો વાળો રોડ, ગુલાબનગર ખાતે, તા.12-07-2022 ના રોજ ગણેશ ઓનલાઈન સર્વીસ , સીનેમા રોડ, કાલાવડ ખાતે, તા.15-07-2022 ના રોજ 107, વેબઝોન, પંચવટી પોઈન્ટ, કોમ્પ્લેક્ષ, બેડીબંદર રોડ, જામનગર તથા સરદાર ફાઈનાન્સ એન્ડ સી.એસ.સી સેંટર, પ્રમુખ સ્વામી સર્કલ, સીલ્વર પોઈન્ટ, દરેડ, જામનગર ખાતે, તા.19-7 ના રોજ સમા સીએસસી સેન્ટર, અમન સોસાઈટી, કાલાવડ નાકા બહાર, શાહ પેટ્રોલની સામે ખાતે, તા.22-72 ના રોજ પ્રીન્સ સીએસસી સેન્ટર, આરામગ્રુહની પાસે, બાલ મંદીર સામે, જામજોધપુર ખાતે, તા.24-7 ના રોજ સરસ્વતી કોમ્પુટર ક્લાસીસ એન્ડ સીએસસી સેન્ટર, પટેલ પાર્ક શેરીનં.10/11, રણજિતસાગર રોડ, જામનગર ખાતે, તા.26-7 ના રોજ સી.એસ.સી. જન સેવા સેન્ટર ,એસ.બી.આઈ. બેન્કની બાજુમાં, લાલપુર ખાતે, તા.29-7 ના રોજ સોપાવરીયા કોમ્પ્લેક્ષ,પિઠડીયા એન્ટરપ્રાઈઝ, 30, આશાપુરા એન્ટરપ્રાઈઝ, શોપ. 37, ધ્રોલ ખાતે, તા.30-7 ના રોજ ખાતે, તા.31-7 ના રોજ ગોપનાથ સર્વીસ સેન્ટર, આશાપુરા હોટલ પાસે, જકાતનાકા, મુરલીધર કોમ્પ્લેક્ષ, જામનગર ખાતે અસંગઠીત શ્રમયોગીઓ માટેનો નોંધણી કેમ્પ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.