Abtak Media Google News

પિતાને ભાવવંદના કરી રકતદાન કેમ્પનો પ્રારંભ કરાવતા લલિતભાઇ રાદડીયા

પોરબંદર મત વિસ્તારમાં પૂર્વ સાંસદ અને ખેડૂતોના દિગ્જજ  નેતા ગો.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ પુણ્યતિથિએ આજે સવારે શહેરના લેઉવા પટેલ ભવન સહકાર પરિવાર દ્વારા આયોજીત મહા રકતદાન કેમ્પનો પ્રારંભ આર.ડી.સી. બેન્કના ડિરેકટર લલીતભાઇ રાદડીયાએ પ્રારંભ કરાવી પિતા વિઠ્ઠલભાઇને શ્રઘ્ધાં સુમન અર્પણ કરેલ હતા.

2 11

શહેરના લેઉવા પટેલ ભવન ખાતે ખાતે આજે સવારે રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી. ના કર્મચારી ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તથા રાજકોટ મોરબી જીલ્લા સમગ્ર સહકારી પરિવાર દ્વારા આયોજીત મહારકત દાન કેમ્પનો પ્રારંભ આર.ડી.સી. બેન્કના ડિરેકટર લલીતભાઇ રાદડીયાએ શહેર વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરાવેલ હતો. આ તકે લલીતભાઇ રાદડીયાએ જણાવેલ કે મારા પિતા અને ખેડૂત પરિવારના મહિર્ષી વિઠ્ઠલભાઇએ હંમેશા ખેડુતો અને ગરીબ પરિવારની ચિંતા કરી છે.

4 9

આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિતે રાદડીયા પરિવારે ગરીબ પરિવાર માટે વિનામૂલ્ય મીઠાઇનું વિસ્તરણ કરી તેમજ રાજકોટ અને મોરબી જીલ્લામાં આર.બી.સી. બેંક કર્મચારી પરિવાર દ્વારા આજે મારા પિતા અને સહકારી પરિવારના ભિષ્મ પિતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથિ નિમિતે જે મહા રકતદાન કેમ્પ યોજી એક પુણ્યનું કામ કરેલ છે.

1 20

આ રકત એકત્ર થવાનું હજારો માણસોની જીંદગી બચી જશે તે જ મારા પિતાને સાચી શ્રઘ્ધાંજલી છે. આ તકે રાજકોટ જીલ્લા બેન્કના ડિરેકટરઅને તાલુકા સહકારી આગેવાન હરિભાઇ ઠુમર, તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, જીલ્લા દુધ સંઘના ડિરેકટર ઇલાબેન સખીયા, નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા જીલ્લા કિશાન મોરચના મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા, શહેર ભાજપના પ્રમુખ રમણીકભાઇ ઠુમર, યાર્ડના ડીરેકટસ પરેશભાઇ ઉચદડીયા લેઉવા પટેલ  સમાજ ટ્રસ્ટી કે.ડી. ગજેરા નગરપાલિકાના સદસ્ય મયુરભાઇ સુવા, રાકેશભાઇ કપુપરા, રણુભા જાડેજા, શિક્ષણ સમિતિના સદસ્ય ભરત રાણપરિયા, વિક્રમસિંહ સોલંકી, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, જે.સી.આઇ.ના ચેરમેન સંજય મુરાણી, પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઉતમ ઠુમર, મંત્રી જસ્મીન વસોયા, શહેર ભાજપના મહામંત્રી પરાગભાઇ શાહ, આહિર યુવા અગ્રણી જગુભાઇ સુવા, ડો. કેતનભાઇ લુણાગરીયા સહિત તાલુકાભરના સહકારી આગેવાનો વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ વેપારીઓ ઉઘોગપતિઓ હાજર રહી પૂર્વ સાંસદ અને ખેડુતોના હામી એવા ગોવા વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.