Abtak Media Google News

દેશભરમાં આવતી કાલે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગુજરાત અને રાજકોટ માટે ગૌરવરૂપ સમાચાર સામે આવ્યા છે. ગણતંત્ર દિવસના અવસર પર ગુજરાતના બે પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ થી સન્માનિત કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગણતંત્ર દિવસના અવસર પર રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં બાર પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે ત્યારે રાજકોટના પૂર્વ કમિશ્નર અને એટીએસના ડીસીપીને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ મેડલ માટે ગુજરાતમાં બે અધિકારીઓને પસંદ કરવામાં આવ્યા છે જેમાં રાજકોટના પૂર્વ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે કે પટેલ ની પસંદગી કરવામાં આવી છે. 12 અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરાશે તેવી જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG) 140 ને, 93 ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) અને 668 ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (PM) એનાયત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.