Abtak Media Google News

ગૌશાળામાં ૫૦૦૦ પશુ બળદ, ઊંટ, પાડા, ઘોડા, રોઝ, નીલગાય પશુઓની રાત-દિવસ અવિરત સેવા કરાય છે

રાજુલા તાલુકાના મોરંગી પાસે આવેલ હોડાવાળી ખોડીયાર મંદિરમાં અનોખી સેવા શેષનારાયણગીરીબાપુની હોડાવાળી ખોડીયાર સાનિઘ્યમાં ૮ વર્ષ પહેલાં એક ઝુંપડી હતી. શેષનારાયણબાપુ આવ્યા બાદ આ અનોખી સેવાનો ૫૦ ગાયોથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં અહીંયા ૫૦૦ ગાયો થઈ અત્યારે ૫૦૦૦ પશુ બળદ, ઊંટ, પાડા, ઘોડા, રોઝ, નીલગાય વિગેરે પશુઓની સેવા માટે હોડાવાળી ખોડીયાર સાનિઘ્યમાં સાચી સેવા નજરે જોવા મુલાકાત લેવા અવશ્ય પધારો. દરરોજ માટે આ મુંગા પશુઓ માટે ઘાસચારો ૭૦ હજારથી ૭૫ હજાર ટન જોઈએ છે. બાપુ સુવિધા માટે કંઈ નથી ખાલી એક ધોતી પહેરી આ મુંગા પશુઓની સેવા કરે છે. બાપુની સુવિધામાં નથી રૂમ, નથી પંખા ફકત એક ટાઈમ જમવાનું અને તે પણ ગાયો માટે ઘાસચારો હોય તો જ બાપુ એક ટાઈમ જમે છે અને તો જ માતાજીની આરતી થાય છે. નહીંતર થતી નથી.

બાપુની ભાષામાં માતાજી ખોડીયાર સાથે વાતુ કરતા હોય જયારે બાપુ તાળી પાડે ત્યારે અલગ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે. જયારે જે બોલે છે ત્યારે તે જ થાય છે. એવા અનેક પ્રકારના પરચાઓ થાય છે. ગમે તેવો નાસ્તો બાપુ માટે લાવવામાં આવે તે પોતે નથી આરોગતા તે ગાયો માટે આપે છે. એક દિવસ નિરણનો સ્ટોક નથી રાખતા જેટલી ગાયો હોય તેટલી ગાયોને આપી દે છે. બાપુ નિયમ પ્રમાણે જગ્યામાં પશુ આવ્યા પછી કદાચ એક લાખ રૂપિયા આપે તોય તે પશુને પરત આપતા નથી ગાયોની પેટીમાં આવેલ દાનમાંથી લેવામાં આવતું નથી. બાપુ માટે પોતાને સિગારેટ પીવા માટે દાતાઓ આપે છે. ગાયો માટે લાવેલું દાન ગાયો માટે જ આપવામાં આવે છે એ જગ્યાનો પ્રભાવ છે કે એક કલાક બેસવું હોય પણ બે કલાક બેસી જાય છે. એટલા પશુ છે પણ એકેય ઝઘડો કરતા જોવા મળતા નથી. તેનામાં પશુમાં એટલો પ્રેમ છે. ગાય કે બળદ મુકવા આવે ત્યારે એક જ વાત ગાય કે બળદના કાનમાં કહે છે માથે હાથ ફેરવે છે બાપુ ગમે તેવા થાકેલા હોય ગાય આવે એટલે ગેટ સુધી સામા દોડે છે. ખોડીયારમાંની કૃપાથી અને શેષનારાયણબાપુ સેવાથી એકપણ દિવસ નિરણ વગર ગાયો રહી નથી.

જોવાનું એ છે કે સિંહ હડુકતા હોય તેમ છતાં હોડાવાળી ગાયને એક પણ મારણ કર્યું નથી. જંગલ વિસ્તાર હોવા છતાં સિંહ બાજુમાં પાણી પીવા આવે તોય એક પણ ગાય ટચ પણ કરતા નથી. આ બધુ જોવા માટે જયારે  આરતી થાય ત્યારે કુતરા રોવે છે અને પાંચ જેટલી ગાયો આરતીમાંએ દ્રશ્ય જોવા મળે છે. કુતરા, ગાયો, બિલાડી બોલે અને બાપુ માતાજીની આરતી કરે છે. બાપુની ઉંમર ૯૦ થી ૯૫ વર્ષ છે હજી બાપુ કહે છે ગાયોની સેવા ૪૦ થી ૪૨ વર્ષ કરવી છે. બાપુ ૨૪ કલાકમાંથી ૪ કલાક સુવે છે. સેવકો અવાર નવાર કલાકારો માયાભાઈ આહિર મુલાકાત લે છે. રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર ગૌશાળાની મુલાકાત લે છે. બાપુને કહે છે કે મારી લાયક સેવા હોય તો કહેજો બાપુને કહે છે મને સારા આશિર્વાદ આપો કે ૫ વર્ષમાં નબળુ કામ ના થાય તેવા આશિર્વાદ આપો. સરકારનો એક પણ રૂપિયાની સહાય વિના ગાયોની સેવા કરવામાં આવે છે. ગાયો માટે મોટા ૫ શેડ ફરતી ૫૦-૬૦ વિઘા ફરતો વંડો ગાયો માટે ૯ અવેડા આજુબાજુ વિસ્તારમાં ૧૦૦૦ ફુટે પાણી નથી પણ અહીંયા ૨૦૦ ફુટે પાણી છે. બાજુ ગામમાં પાણીનો ઉપયોગ હોય તો અહીંયાથી આપવામાં આવે છે. બાપુ એક સીસોટી મારે ત્યાંજ ગાયો સમજી જાય છે પોત પોતાની જગ્યાએ જતી રહે છે. એક સિસોટી મારેએ બળદ, ગાયો, પાડા પોતાની જગ્યાએ જતા રહે છે. આવી ગૌશાળા જિલ્લાભરમાં કયાંય જોવા મળશે નહીં. સેવકો વધારે ટાઈમ અહીંયા ફાળવે છે. કનુભાઈ ધાખયા તથા ભાયાભાઈ શારદીકા, નથુ આતા, ભીમાભાઈ ચાંચ, નકાભાઈ રામપરા, વનરાજભાઈ પાલિતાણા વિગેરે સેવકો દિવસ-રાત સેવાકીય કાર્યો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.