Abtak Media Google News

માનવીય સંવેદના સાથેનો ગુજરાત હાઇકોર્ટને શક્રવતી ચુકાદો અન્ય કેસને પણ સ્પસ કરશે: કાયદાની જોગવાઇ અને માનવીય અભિગમ સાથેનો મહત્વના ચુકાદાથી બાળકને પણ ન્યાય મળ્યો

આંખે પટ્ટી બાંધેલી ન્યાયની દેવી સમક્ષ કેસની સુનાવણી પુરી થયા બાદ પુરાવાને ધ્યાને લઇને ગુનેગાર ઠેરવવામાં આવે છે. ન્યાયીય પ્રક્રિયાના અંતે કાયદાકીય રીતે ગુનેગાર ઠરેલાને કાયદાનું સમર્થન ન હોવા છતાં માનવીય સંવેદના સાથેનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા અપાયેલા મહત્વના ચુકાદામાં દુષ્કર્મના આરોપીનો છુટકારો કરાયો છે.

બાળકના ભવિષ્યને ધ્યાને ભૂતકાળ પર પડદો પાડી દેતો શક્રવતી ચુકાદો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. બનાસકાંઠાના ડીસા કોર્ટ દ્વારા આરોપી ઠેરવવામાં આવેલા શખ્સનો છુટકારો કરવામાં આવ્યો છે. દુષ્કર્મના કારણે ગર્ભવતી બનેલી ભોગનાર બાળકને જન્મ આપે ત્યારે સમાજમાં બાળકના પિતા અંગે અનેક સવાલ થતા હોય છે. ત્યારે બાળકના ભવિષ્યને ધ્યાને લઇ પિતાનું નામ આપવા માટે ભોગ બનનાર અને દુષ્કર્મના આરોપી સ્વૈચ્છીક રીતે લગ્ન કરી લેતા હોય છે. ત્યારે અદાલતે પણ બાળકના ભવિષ્યને ધ્યાને લેવું જરૂરી બને છે. બાળક કલંકીત ન બની રહે તે માટે રાજયની વડી અદાલત દ્વારા અપાયેલા ચુકાદાને અન્ય કેટલાય પેન્ડીગ કેસને સ્પસ થઇ શકશે

બનાસકાંઠાની તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં કાયદાની જોગવાય મુજબ સગીરા નાબાલીક હોવાથી તેણીની શરીર સંબંધ બાધવાની મરજી હોવા છતાં પોક્સો અને બળાત્કાર અંગેનો ગુનો નોંધાયો હતો.

સગીરા પુક્ત વયની થતા જેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી તેની સાથે લગ્ન કરી લીધા હતા અને બાળકને જન્મ પણ આપ્યો હતો. પરંતુ સગીરાના પતિ સામે પોકસો અને બળાત્કાર અંગેના નોંધાયેલા કેસની ડીસા હાઇકોર્ટમાં સુનાવણી પુરી થતાં અદાલતે તકસીરવાન ઠેરવી સજા ફટકારી દીધી હતી.

ડીસા કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં સજા મુક્તિ માટે અપીલ દાખલ કરી હતી અને પોતાના લગ્ન બાદ થયેલા માસુમ બાળકની ભવિષ્યની જીંદગીને ધ્યાને લઇ રહેમ આપવા અરજ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટીશ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં થતા સજા બાળકને ગેર કાયદે બનાવી દેશે, સજા તેના પિતાને નહી પણ બાળકને થઇ શકે તેમ હોવાથી માનવીય અભિગમ સાથે બાળક ભવિષ્યમાં કલંકીત કે ગેર કાયદે ન બની રહે તે માટે તકસીરવાન ઠરેલા શખ્સને કાયદાના સમર્થનમાં નહી પરંતુ ન્યાયની કસુવાવડ સમાન બની રહે છે.

આ પ્રતિતી કેવી રીતે ટકાવી શકાય, હું આંખો બંધ કરી શકુ અને બાળકને ગેર કાયદ બનાવી દીધું છે આ રીતે અસંખ્ય બાળકો ગેર કાયદે બની જશે કોર્ટે મહિલાના નિવેદનમાં પુરૂષ સાથે સ્વેચ્છાએ શરીર સંબંધ બાંધ્યાનું આપ્યું છે. આરોપીના પરિવાર સાથે જ ભોગ બનનાર રહે છે. બાળકના માતા પિતા હોવાનું ફરિયાદ અને આરોપી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે બાળક ભવિષ્યમાં કલંકીત બની ન રહે તે માટે કાયદાકીય જોગવાય પર જઇ માનવીય સંવેદના સાથે આરોપીને છોડવો જરૂરી બની રહે છે. આ ચુકાદાના કારણે આરોપી ઠરેલા અનેક શખ્સોને લાભ મળી રહેશે તેમ પણ રાજયની વડી અદાલતના ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.