Abtak Media Google News

સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી.વેરાવળની ૪૮મી વાર્ષિક સાધારણ સભા તા.૧૨-૦૫-૨૦૧૯ ને રવીવારના વેરાવળ મકામે યોજાય જેમાં બેન્કના સભાસદોની વિશાળ હાજરી વચ્ચે ચેરમેનશ્રી ડો. કમદચંદૂ એ. ફીચડીયાના પ્રમખ સ્થાને મળી હતી. જેમાં મેનેજિંગ ડીરેક્ટરશ્રી નવીનભાઈ એચ. શાહ, જોઈન્ટ મેનેજિંગ ડીરેક્ટરશ્રી ભાવનાબેન એ. શાહ, બેન્કના ડીરેકટરશ્રીઓ તથા શાખા સલાહકાર કમીટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

બેન્કના જોઈન્ટ મેનેજિંગ ડીરેકટરશ્રી ભાવનાબેન શાહ દ્વારા આમંત્રિતોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, ચેરમેનશ્રી ડો. કુમદચંદૂ એ. ફીચડીયાએ જણાવેલ કે, પ્રગતિના પંથે મકકમતાથી આગળ વધી રહેલ આપણી બેન્કે તેની લાંબી અને યશસ્વી કામગીરીના ૪૮ વર્ષ પૂર્ણ કર્યા છે. આજે બેન્ક, ૧૧ શાખાઓ, ૨૪૭૮૧ સભાસદો અને એકંદર ૧ લાખ ઉપરાંત ગ્રાહકોનો વિશાળ પરિવાર ધરાવે છે.

બેન્કે રૂ.૫૦૬.૨૬ કરોડની ડીપોઝીટ, રૂમ.૨૯૧.૪૫ કરોડના ધીરાણ થકી રૂ.૪૭૬ લાખનો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કના રીઝર્વ રૂ.૫૩.૦૪ કરોડને આંબ્યા છે. તેઓએ બેન્કની પ્રગતિ અને બેન્કને આ સ્થાને સધી પહોંચાડવાનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, સર્વે શાખા સલાહકાર કમીટીના સભ્યશ્રીઓ અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપેલ.

સભાસદો દ્વારા સાધારણ સભામાં રજુ થયેલ દરેક ઠરાવો સર્વાનમતે મંજુર કરી બેન્કની કામગીરી અંગે સંતોષ વ્યકત કરેલ, તેમજ ૧૨% ડીવીડન્ડ ચૂકવવાની જાહેરાતને સર્વે સભાસદોએ સહર્ષ વધાવી લીધેલ. ડીરેકટરશ્રી જીતેન્દ્કમાર એ. હેમાણીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરેલ હતો.

બેન્ક દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન શૈક્ષણિક ક્ષેત્રે ઉતમ સેવાઓ પ્રદાન કરવા બદલ આદિત્ય બીરલા પબ્લીક સ્કુલ, વેરાવળના પ્રિન્સીપાલ શ્રીમતિ નીપા રેજી તથા દાલમીયા પબ્લીક સ્કુલ, સત્રાપાડાના પ્રિન્સીપાલ, શ્રીમતિ ઉષા સરેશકુમારનં બહમાન કરવામાં આવેલ તેમજ સી.બી.એસ.સી. બોર્ડના ધોરણ ૧૦ તથા ૧૨ ના તેજસ્વિ વિદ્યાર્થિઓનું સન્માન કરવામાં આવેલ. સમગ્ર સભાનું સફળ સંચાલન ડીરેક્ટરશ્રી ડો. જતિન એમ. શાહ તથા જનરલ મેનેજર અને સી.ઈ.ઓ. અતલ ડી. શાહ દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.