Abtak Media Google News

સંત કબીર રોડ પરના બે શખ્સોએ કુવાડવા પંથકમાં દુષ્કર્મ આચરી નવા બસ સ્ટેશનમાં મુકી ભાગતા રિક્ષા ચાલકે પણ એકલતાનો લાભ લઇ ગ્રીન ચોકડી પાસે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો: પોલીસે રિક્ષા ચાલકને ઝડપી લીધો

શહેરના રૈયા વિસ્તારની તરૂણ વયની વિદ્યાર્થીની પ્રેમીને શોધવા સામાકાંઠાના સંત કબીર રોડ પર કબીર વન બગીચામાં ગઇ ત્યારે બુલેટ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેણીના પ્રેમીના પરિચીત હોવાનું કહી ઇક્કો કારમાં કુવાડવા તરફ લઇ જઇ બળાત્કાર ગુજારી નવા બસ સ્ટેશન મુકીને ભાગી જતા સગીર બાળાની એકલતાનો લાભ લઇ રિક્ષા ચાલકે ગ્રીન લેન્ડ ચોકડી તરફ લઇ જઇ દુષ્કમ આચર્યાની શરમજનક ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાતા યુનિર્વસિટી પોલીસે ગણતરીની કલાકોમાં રિક્ષા ચાલકને ઝડપી અન્ય બે શખ્સોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા વિસ્તારમાં આવેલા મફતીયાપરામાં રહેતી ૧૬ વર્ષની તરૂણી પર સંત કબીર રોડ પરના બે શખ્સો અને નવા બસ સ્ટેશન પાસે રિક્ષા લઇને ઉભા રહેતા શખ્સે બળાત્કાર ગુજાર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. એ.એલ.આચાર્ય, પી.એસ.આઇ. બી.જી.ડાંગર અને રાઇટર જે.પી.મેવાડા સહિતના સ્ટાફે ગંજીવાડાના રિક્ષા ચાલક વિજય મોહન સાપરા ની ધરપકડ કરી છે.

નવમાં ધોરણમાં અભ્યાસ કરતી બંગાળી પરિવારની ૧૬ વર્ષની તરૂણી તેના માતા-પિતા સાથે અગાઉ રેસકોર્ષમાં ફરવા ગઇ હતી ત્યારે સંત કબીર રોડ પર રહેતા સંજુ પટેલ નામના યુવકના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બે દિવસ પહેલાં તરૂણીને માતા-પિતા સાથે ઝઘડો થતા ઘરેથી નીકળી સંત કબીર રોડ પર રહેતા પ્રેમી સંજુ પટેલને મળવા માટે ગઇ હતી અને કબીર વન બગીચા પાસે ઉભી હતી ત્યારે બે શખ્સો બુલેટ પર આવ્યા હતા અને પોતે સંજુ પટેલને ઓળખતા હોવાનું કહી તરૂણીને બગીચામાં નાસ્તો કરાવ્યો હતો.

બંને શખ્સોના વિશ્ર્વાસમાં આવી જતા બંને શખ્સોએ પોતાનું નામ જયેશ અને ગોપાલ હોવાનું કહી ઇક્કો કારમાં તરૂણીને બેસાડી સંજુ પટેલ પાસે લઇ જવાનું કહી બંને શખ્સોએ કુવાડવા તરફ લઇ જઇ બંને શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો.

બંને શખ્સો રાતે એકાદ વાગે તરૂણીને નવા બસ સ્ટેશન પાસે મુકી સવારે લઇ જવાનું કહી બંને જતા રહ્યા હતા ત્યારે ઉભેલા રિક્ષા ચાલક વિજય સાપરા  વાત સાંભળી તરૂણી નિસહાય અને મજબુર હોવાની પરિસ્થિતીનો લાભ લઇ તરૂણીને  પોતાની રિક્ષામાં કુવાડવા રોડ પર લઇ જઇ એક હોટલે ચા પીવડાવ્યા બાદ માકેર્ટીંગ યાર્ડ નજીકના બગીચા પાસે અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચરી બસ સ્ટેશન મુકી જતાં તરૂણી બે દિવસમાં ત્રણ શખ્સોએ હવસનો શિકાર બનાવી હોવાથી પરત પોતાના ઘરે પહોચી પોતાના પર થયેલા દુષ્કર્મની ઘટનાની આપવિતી જણાવતા યુનિર્વસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા પાછ્ળ ઝાંઝમેર અને આગ મા જોગમાયા  તેમજ આર કે લખ્યુ હોવાથી  લખેલા લખાણ અને વર્ણનના આધારે રિક્ષા ચાલક વિજયને ઝડપી લીધો હતો. જયેશ અને ગોપાલની શોધખોળ હાથધરી છે.

નવા બસ સ્ટેશન લુખ્ખાઓનો અડ્ડો બન્યો

નવા બસ સ્ટેશન છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાઓનો અડ્ડો બની ગયો હોય તેમ મુસાફરોનો કિંમતી માલ સામાનની ચોરી થઇ રહી છે અને મજુરી અર્થે આવતા દાહોદ-ગોધરા પંથકની મહિલાઓની બસ સ્ટેશનમાં છેડતી થતી હોવાની ફરિયાદ ઉઠી છે. બસ સ્ટેશનમાં મુસાફરોનો માલ-સામાનની ચોરી ન થાય અને ખિસ્સા કાતરૂઓ મુસાફરોના પાકીટ ન સેરવે તે માટે તેમજ મહિલા મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને પોલીસ ચોકી બનાવવામાં આવી છે. નવા બસ સ્ટેશનમાં બનાવવામાં આવેલી પોલીસ ચોકી શોભાના ગાઠીયા જેવી બની ગઇ છે. અને કયારેય કોઇ પોલીસ સ્ટાફ જોવા મળતા ન લુખ્ખાઓનો નવુ બસ સ્ટેશન અડ્ડો બની ગયું છે. કેટલાક શખ્સો રિક્ષા ચાલકના સ્વાંગમાં રાતે જ આવી પરપ્રાંતિય મહિલા મુસાફરોની પજવણી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.  નવુ બસ સ્ટેશન લુખ્ખાઓનો અડ્ડો બન્યો હોવાના કારણે જ તરૂણીને રિક્ષા ચાલકે હવસનો શિકાર બન્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.