Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના કાંઠાળા વિસ્તારમાં આવેલા મહત્વનાં બંદર ગણાતા લાંબા ગામેથી રેત માફીયાઓ દ્વારા મોટી સંખ્યામાં રેતી ચોરી થતી હોવાની ફરીયાદ ગ્રામજનો દ્વારા સ્થાનીક ધારાસભ્ય પબુભા માણેકને કરવામાં આવી છે.

તેમની રજુઆતમાં જણાવ્યા મુજબ લાંબા બંદર ખાતે રેત માફીયાઓ દ્વારા દિવસ રાત્રિના રેતી ચોરીનું મોટું કૌભાંડ બેરોકટોક ચાલી રહ્યું છે

અને ગ્રામજનોની અવાર નવારની રજુઆતને સરકારી તંત્ર ધોળીને પી ગયું હોય તેમ કોઇ જ નકકર પગલા લેવામાં ન આવતા લાંબાના ગ્રામજનોએ દ્વારકા ખાતે ધારાસભ્ય પબુભા માણેકની મુલાકાત લઇ રેતી ચોરીને અટકાવવા રજુઆત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.