Abtak Media Google News

પાડોશીને સમજાવવા જતા બે મહિલા સહિત ચાર શખ્સો યુવક પર ધોકા વડે તૂટી પડ્યા

ધોરાજીમાં કંડોરણા જકાત પાસે રહેતા યુવાન પર પાણી છાંટવા બાબતે હુમલો થતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પાડોશીને સમજાવવા ગયેલા યુવક પર બે મહિલા સહિત ચાર શખ્સોએ ધોકાથી માર માર્યાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીમાં કંડોરણા જકાતનાકા પાસે રહેતા અને મજૂરી કામ કરી પેટિયું રડતા ભરતભાઈ કિશોરભાઈ ડાભી નામના ૪૦ વર્ષીય યુવાન પર ગત તા.૮મી જાન્યુઆરીના રોજ પાડોશી ભાવેશ, પંકજ, કવિતા અને મંજૂએ ધોકાથી માર મારતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલના બિછાને રહેલા ભરતભાઇ ડાભીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે ઘર પાસે પાણી છાંટવા બાબતે પાડોશમાં રહેતા ભાવેશ સહિતના શખ્સોએ બોલાચાલી કરી હતી. જેમાં ભરતભાઈ સમજાવવા જતા ભાવેશ, પંકજ, કવિતા અને મંજુએ ધોકાથી માર માર્યાનું જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.