Abtak Media Google News

સુરત સોનાની મુરત !!!

કહેવાય છે કે સુરત એટલે સોનાની મુરત પરંતુ સોનાની મુરત ત્યારે જ શક્ય બને જ્યારે એ પ્રમાણનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવ્યું હોય. હાલ સુરતમાં હીરા નો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને દેશની સાથોસાથ રાજ્યની અર્થવ્યવસ્થામાં પણ સુરતનું મહત્વ અનેરું છે. આ તકે  જ્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે સુરત ખાતે તે ખરા અર્થમાં સુરતની કાયાપલટ કરી દેશે એટલું જ નહીં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ના વિકાસ બાદ જે ગંદકી નો સૌથી મોટો પ્રશ્ન છે તેને પણ નિવારવામાં આવશે. બીજી તરફ તાપી ઉપર અનેકવિધ રમણીય સ્થળ નું પણ નિર્માણ થશે. આ માટે વર્લ્ડ બેંક દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કઈ દિશામાં ચાલી રહ્યો છે તેનું અવલોકન કરવા માટે ટીમ આગળ આવી હતી.

પ્રથમ ચરણનું કામ 4500 કરોડ રૂપિયામાં પૂર્ણ થયું : ગંદકી સહિતની સમસ્યાઓ હવે ભૂતકાળ બની જશે

વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટ માટે પ્રથમ ચરણમાં ૨,૦૦૦ કરોડ રૂપિયા નિર્ધારિત કર્યા હતા પરંતુ તે ખર્ચ 4500 કરોડ સુધી પહોંચ્યો છે. જેના માટે સરકારે વર્લ્ડ બેંક ને સંપર્ક સાધ્યો હતો ને ચૌદતો કરોડ રૂપિયાની લોન પ્રથમ ચરણ માટે લેવાની રજૂઆત કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે વર્લ્ડ બેંકની ટીમ જે પ્રોજેક્ટ ને નિહાળવા આવેલી છે તેમના દ્વારા પ્રોજેક્ટને એપૃવલ મળે તો જ સુરતને ૧૪૦૦ કરોડ રૂપિયા લોન પેટે મળી શકશે.  વર્લ્ડ બેંકની ટીમ સુરત ખાતે આવી છે તે ફ્લડ મેનેજમેન્ટની સાથે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ડ્રેનેજની સુવિધા, યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થા તથા રિવરફ્રન્ટને ચોખ્ખું કેમ રાખી શકાય તે તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે અને તે દિશામાં તેઓ સતત મિટિંગ પણ બોલાવી રહ્યા છે.
વર્લ્ડ બેંક તરફથી 15 લોકોની ટીમ સુરત ખાતે આવી છે અને વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો અને સરકારી અધિકારીઓ સાથે આ અંગે બેઠકોનો દોર પણ શરૂ કર્યો છે. એટલું જ નહીં આ રિવરફ્રન્ટ બનવા થી કયા પ્રકારના ફાયદાઓ થશે અને કઈ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ તમામ પ્રશ્ને હાલ ચર્ચા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું તેનાથી વર્લ્ડ બેંકના અધિકારીઓ ખૂબ જ પ્રસન્ન થયા હોવાનું જાણવા મળ્યું છે અને જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની વ્યવસ્થા ઊભી કરાઇ છે તેનાથી પણ તેઓ સંતુષ્ટ છે.
સુરત ખાતે જે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બની રહ્યો છે એવી જ રીતે રાજકોટ ખાતે પણ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવવા માટેની મંજુરી અપાય છે ત્યારે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો રાજકોટ ખાતે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બને તો જે ગંદકી નો પ્રશ્ન ઉદભવી થતો હોય છે આજી નદી પર તે પણ ખૂબ સરળતાથી દૂર થઈ જશે અને સારું એવું વાતાવરણ ઊભું થશે. અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ વિવિધ પગલાઓ પણ લઇ શકાશે જેનાથી જે તે શહેર નો આર્થિક વિકાસ દર અને વૃદ્ધિ દર વધી શકે. સુરત ખાતે આવેલી વર્લ્ડ બેંકની ટીમ વિવિધ મુદ્દાઓ ઉપર હાલ જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને રિપોર્ટ એકત્રિત કરી રહ્યું છે અને આ તમામ રિપોર્ટ અને અભ્યાસ કર્યા બાદ જ પ્રથમ ચરણ માટે જે સુરત અને રાજ્ય સરકાર દ્વારા જે લોન માંગવામાં આવેલી છે તેઓને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.