Abtak Media Google News

ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વધાણીએ ડુંગળીના ઘટતા ભાવ જયારે ડિસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ બટાટાના ભાવ સંદર્ભે કરી રજુઆત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડુંગળી – બટાટાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભાજપના ધારાસભ્યો દ્વારા આ સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન સી.એમ.એ. પણ હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી છે.

ડુંગળીના ઘટતા ભાવ સંદર્ભે પૂર્વ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાધાણીએ સી.એમ.ને કરેલી રજુઆતના પગલે આગામી દિવસોમા રાજય સરકાર દ્વારા કોઇ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. એક કમિટીની પણ રચના કરવામાં આવશે. બીજી તરફ ડિસાના ધારાસભ્ય પ્રવીણભાઇ માળીએ બટાટાના ભાવ સંદર્ભે સી.એમ.ને કરેલી રજુઆતમાં એવી માંગણી કરી છે કે 2015 થી 2017મા0 સરકાર દ્વારા બટાટા પકવતા ખેડુતોને સહાય આપી હતી. આ રીતે આ વખતે પણ ખેડુતોને સહાય આપવામાં આવશે જયારે કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સબસીડી જાહેર કરાય.

રાજયમા ડુંગળીના ઘટી ગયેલા ભાવને કારણે ખેડૂતોને પુરતા પ્રમાણમા ભાવ મળતા નથી. જેને લઈને ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને  રૂબરૂ જઈ રજૂઆત કરવામા આવી હતી.

આ રજુઆતમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી. અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી પણ દર્શાવી હતી. અને ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે અગાઉ પણ સહાયની જાહેરાત કરી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી એપીએમસીના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે. અને ખેડુતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.