Abtak Media Google News

એર સ્ટ્રાઈક દ્વારા જેહાદીઓને ખાત્માથી કોટેચા ચોકમાં ટીમ ‘અબતક’ સાથે લોકોએ જશ્ન મનાવ્યો

દેશભક્તિના ગીતો સાથે પાક. વિરોધી નારા લગાવ્યા

યુવકો દ્વારા ‘દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લીયે’, ‘યે દેશ હે વિર જવાનો કા અલબેલો કા’, એ મેરે વતન કે લોગો જરા આંખોમે ભરલો પાની’ના ગીતો યુવાનો દ્વારા ગાવામાં આવ્યા

પુલવામા થયેલા આત્મઘાતી હુમલામાં શહિદ થયેલા સીઆરપીએફના ૪૪ જવાનોની શહિદી એળે ન જાય તે માટે ભારત દેશમાં ઘણો રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ ભારત સરકાર અને વાયુ સેના દ્વારા લેવામાં આવેલી જવાબદારીના પગલે એલઓસી પાર જે એર સ્ટ્રાઈક કરવામાં આવી તેને જોઈ ભારત દેશમાં રોષના બદલે જોશનો માહોલ ઉદ્ભવીત થયો છે. ભારતીય વાયુ સેના દ્વારા એર સ્ટ્રાઈકમાં એક નહીં.

Advertisement

પરંતુ ૩૦૦ જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને મહત્તમ આતંકી સંગઠનોના કેમ્પને તહેશ-નહેશ કરી નાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી દેશ આખામાં એક નવો જોશનો સંચાર થયો છે અને દેશવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સલામી આપતા જણાવી રહ્યાં છે કે, નરેન્દ્ર મોદી જયાં સુધી ભારતની સુકાન સંભાળશે ત્યાં સુધી ભારત દેશને કોઈપણ પ્રકારની આફતનો સામનો નહીં કરવો પડે. ત્યારે શહિદ થયેલા જવાનોને જે શ્રધ્ધાંજલી આપી છે તે ખરા અર્થમાં ખુબજ ઐતિહાસિક માનવામાં આવી રહી છે.Dsc 7622

આ તકે રાજકોટની કણસાગરા કોલેજની વિદ્યાર્થીઓ અને સંસ્થાના પ્રધ્યાપકો દ્વારા ‘અબતક’ સાથે વિશેષ વાતચીત કરતા એક વાતની પુષ્ટી થઈ હતી કે, આજના નવયુવાનો અને વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થિનીઓ તેમનામાં ખરા અર્થમાં દેશદાઝ ખુબજ વિશાળ સ્વ‚પે રહેલી છે. ત્યારે કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાપાક પાકિસ્તાન દ્વારા જે પુલવામા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો તેનાથી દેશ આખામાં એક જુવાળ ઉભો થયો હતો અને તે જુવાળને શાંત કરીને દેશમાં જુસ્સાનો સંચાર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે તે ખરા અર્થમાં કાબીલેતારીફ અને સન્માનીય છે.

વધુમાં વિદ્યાર્થિનીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એર સ્ટ્રાઈક જે કરવામાં આવી તેનાથી પાકિસ્તાન ખુબજ ગભરાઈ ગયું છે અને આડકતરી રીતે પાકિસ્તાનને સંદેશો પણ મળી ગયો છે કે, ભારત દેશ વિરુધ્ધ કોઈપણ પ્રકારની નીચ હરકત કરશે તો તેનો જવાબ ભારત દેશ બખુબી રીતે આપવા સક્ષમ છે. ભારત દેશ શાંતિપ્રિય દેશ છે અને તે વાતચીત કરવામાં જ માને છે પરંતુ ભારતની આ સ્થિતિને જાણે પાકિસ્તાને ખુબ ખોટી રીતે સમજી હોય તેવું લાગી રહ્યું હતું જેના પ્રત્યુત્તરમાં ભારત દેશ જે વળતો જવાબ આપ્યો છે તેનાથી પાકિસ્તાન ખુબજ ગભરાઈ ગયું છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રધ્યાપકો દ્વારા પણ ઉત્સાહપૂર્ણ રીતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, ભારત દેશ દ્વારા જે મુહતોડ જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે તે માત્ર જવાબ જ નહીં પરંતુ પાકિસ્તાનને આગાહ કર્યું છે કે તેમની કોઈપણ પ્રકારની નાપાક હરકતોને હવે ભારત દેશ સહન નહીં કરે. ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા જે આતંકી ગતિવિધિને રોકવા માટે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે શિરોમાન્ય છે અને એ વાત પણ સ્પષ્ટ છે કે, જયાં સુધી વડાપ્રધાન ભારત દેશનું સુકાન સંભાળી રહ્યાં છે ત્યાં સુધી દેશનો વાળ વાંકો પણ નહીં થાય.

અંતમાં કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓએ પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જય, જય હિન્દ જેવા નારા લગાવી પોતાની દેશદાઝ લોકો સામે પ્રસ્તુત કરી હતી અને એમ પણ નવયુવાનોને સંદેશો આપ્યો હતો કે જો તેમને મોકો મળશે તો વિદ્યાર્થિનીઓ પણ સરહદ પાર જઈ પાકિસ્તાનીઓની મુહતોડ જવાબ આપી ભારત દેશની લાજ, આબ‚ અને તેના ગર્વને ઝુકવા નહીં દે ભલે તેના માટે શહિદ પણ થવું પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.