Abtak Media Google News

કોટી વૃક્ષ અભિયાન બીદડા-કચ્છના એલ.ડી.શાહનું પ્રેરણાત્મક પગલું…

૧૧ જેટલા સ્થળોએ માતબર દાન આપી ‘જલારામ અન્નક્ષેત્રો’ દ્વારા ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ કાયમ કરતા શાહ

કોટીવૃક્ષ અભિયાન બીદૃડા-કચ્છનાં એલ.ડી. શાહનાં માર્ગદૃર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય, સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજો, વિવિધ મંડળો, દરેક ગામ વાસીઓ, પંચાયતો  દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી તાલુકામાં શ્રીકાર વરસાદૃ થતાં સમગ્ર તાલુકો લીલોછમ અને  હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદૃર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો આવ્યા છે. નદી-તળાવો-ડેમો – છલકાયા છે પીવાનાં પાણીની સમસ્યા હલ થઇ છે. વરસાદૃી પાણી સંગ્રહ થતાં પીવાનાં પાણીની સમસ્યા હલ થઇ છે. એલ.ડી. શાહનાં સફળ પ્રયત્નોથી બીદડા સર્વોદૃય ટ્રસ્ટ તથા કચ્છની અનેક વિધ સંસ્થાઓ આ કાર્યને વેગ મળ્યો છે. ભુજમાં તોરા તુજકો અર્પણ, માનવજ્યોત તથા વિવિધ સંસ્થાઓ વૃક્ષારોપણ પ્રવૃત્તિનો આગળ ધપાવી રહેલ છે. માધાપર-વર્ધમાનનગર માર્ગ ઉપર માનવજ્યોત સંસ્થાએ પ્રબોધ મુનવરનાં માર્ગદૃર્શન હેઠળ ૪૦૦ વૃક્ષો વાવ્યા છે. માનવજ્યોતના શંભુભાઇ જોષીએ અનેક મંદિૃરો, શાળાઓ,  હોસ્પીટલો, સંસ્થાઓમાં વૃક્ષારોપણ કર્યું છે.

એલ.ડી. શાહે વૃક્ષારોપણ, પાણીસંગ્રહ, વ્યસન મુક્તિ અભિયાન, સ્મૃતિવન, કાપડની થેલીઓનું વિતરણ, બાળકોનો અક્ષરજ્ઞાન, વૃદ્ધોને ભોજન પાછળ પોતાની આખી જિંદૃગી સમર્પિત કરી નાખી. ગામડાઓ અને શહેરોમાં કોટીવૃક્ષ અભિયાનનાં સિમેન્ટનાં મજબૂત ટ્રી ગાર્ડ આજે પણ આ પ્રવૃત્તિઓનાં સાક્ષી બનીને ઉભા છે. શાહે ૧૧ જેટલા સ્થળોએ માતબર રકમનાં દાન આપી  “જલારામ અન્નક્ષેત્રો દ્વારા દર્દીઓ તથા ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિઓનેકાયમી બનાવી દીધી. વરસાદી પાણી સંગ્રહ અને વૃક્ષારોપણ ક્ષેત્રે અદ્ભૂત કાર્ય કર્યું છે. આપણે સૌ સાથે મળી આ દરેક પ્રવૃત્તિઓને સાથ-સહકાર-સહયોગથી આગળ ધપાવીએ. મુખ્ય માર્ગો વચ્ચેનાં ડીવાઇન્ડરો ઉપર વૃક્ષો વાવી રોડ રસ્તાઓને સુશોભિત બનાવીએ. દરેક વ્યક્તિ વૃક્ષો વાવે અને વૃક્ષોને ઉછેરે તોજ આપણે આવનાર કુદરતી આફતોનો સામનો કરી શકશું.

દરેક વેપારી પોતાની દુકાન-ઓફિસ સામે આવેલા વૃક્ષને દરરોજ એક ગ્લાસ પાણી આપો. વૃક્ષ વૃદ્ધિ પામશે… ધંધામાં વૃદ્ધિ થશે. આપણે સૌ વધુને વધુ વૃક્ષો વાવીએ… વધુનેવધુ વૃક્ષો ઉછેરીએ જે આપણી ભાવિ પોઢી માટે આશિર્વાદરૂપ બની રહેશે. વૃદ્ધાવસ્થામાં પહોંચેલા એલ.ડી. શાહ આજે પણ વૃક્ષારોપણ તથા પાણી સંગ્રહ ક્ષેત્રે લોકોને ઉપયોગી માર્ગદૃર્શન પૂરું પાડી પ્રેરણારૂપ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.