Abtak Media Google News

એક બાજુ શહેરીકરણ અને રાજકીયકરણનો અતિરેક ને બીજી બાજુ ગ્રામદેવતા, કૂળદેવી, શૂરાપૂરાના ધરમધ્યાન આડે કોરોના અંગેના નવા નવા હૂકમોની અડચણોથી સર્જાય છે આવશ્યક ચીજ વસ્તુઓની અછત અને કારમી મોંઘવારીની પીડા: ભણતરમાં એકધારો અવરોધ થતો રહે છે કોરોના સંબંધી સાવધાનીમાં છીંડાને કારણે દિવસ-રાત સતત દહેશત વચ્ચે રહેવું પડે છે

આપણા ગામડાંઓ અત્યારે પોકારી પોકારીનો કહે છે કે, હે પ્રભુ અમને ફરી અમારા ગામડાં આપો, ભલીભોળી ગ્રામ્ય પ્રજા આપો, એ ખેતી આપો, ખેતર આપો, એ જુવાનો અને જોબનાઓ આપો, એ સમયનો ભદ્ર સમાજ આપો, પવિત્રતા આપો, પ્રમાણિકતા આપો, લોકસંસ્કૃતિને સજીવન કરો. નિષ્પાપ જીવન શૈલી આપો, કૃષ્ણ-રાધા અને ગોપીઓ આપો-શહેરીકરણના અતિરેકથક્ષ અમને બચાવો… રાજકારણનાં અપરાધીકરણથી અમે ગળે આવી ગયા છીએ. અમને ગ્રામ્ય સ્તરનાં સારા અને સાચા નેતાઓ આપો.

Advertisement

ઓછામાં પૂરૂ ગૂંડાગીરી -દાદાગીરીનાં ગૂનાહિત દબાણ કોણ, કોને ફરિયાદ કરે, એવી સ્થિતિ, રસ્તાઓનાં અતિ વરસાદને કારણે ધોવાણથી લોકોની આવજાવમાં હાડમારી અને ઝગડા-તકરાર… ‘તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ’ જેવો સત્તાધીશોનો વર્તાવ !

પાંચ હજાર વર્ષ પહેલા આપણી પૃથ્વી કૃષ્ણ નામના ન ‘ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય એવા વ્યકિતત્વનું આગમન થયું હતુ. તેમણે માનવજાતનાં કલ્યાણ માટે ચમત્કારોથી ભરપૂર એવા અનેક કાર્યો કર્યા હતા. એમાં ગોકુળ હતુ, મથુરા હતુ અને વૃંદાવન હતુ. આપણા દેશની ગ્રામ્ય સંસ્કૃતિ અને સંસ્કારસંહિતા એમના પ્રતાપે જ ઉદભવી શકયા હતા. ગોવંશનું અર્થશાસ્ત્ર અથેતિ તેમણે જ સંશોધ્યું હતુ. કૃષિમાંથી જ કૃષિકાર, કિસાન, કિશન તથા કૃષ્ણ જેવા સંબોધનો જન્મ્યા. ગોપાલ શબ્દ એમાંથી જ નિષ્પન્ન થયો. નંદ-જશોદા એમના પાલક રહ્યા આપણા દેશની ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતીક પણ ગોકૂળ છે. કમનશીબે કૃષ્ણપ્રેરિત ગ્રામ્ય સંસ્કૃતિ અત્યારે ઘણે ભાગે નષ્ટ થઈ ચૂકી છે.

ગામડાઓમાં કે શહેરોમાં કયાંય ધંધો-રોજગાર નથી. બેસુમાર કરકસર કરવા છતાં ઘર ખર્ચમાં સાંસા અનુભવવા પડે છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ પ્રવર્તે છે.

પ્રજાનાં કશાજ વાંક વિના પ્રજાને રોટી-કપડા અને મકાન આપવાની ફરજ તો સરકાર તથા સત્તાધીશો બજાવી શકતા નથી. પરંતુ સામાન્ય ઘણખર્ચને પહોચી વળવા જેટલી સહાય પણ સત્તાવાળાઓ કરતા નથી એ તો ક્રુરતા આચરવા જેવું બની રહે છે.

અહી એમ કહેવાનું મન થાય છે કે, પ્રજા પ્રત્યેનો રાજધર્મ બજાવવામાં સરકાર જો નિષ્ફળ જાય તો એને ઘરે બેસાડી દેવી ઘટે !

આપણા દેશની આઝાદી માટેના સંગ્રામમાં ગામડાંઓ પણ જોડાયા હતા. અને અંગ્રેજી સલ્તનતના જુલ્મો સહેવામા સામેલ થયા હતા.

આપણા દેશમાં ગામડાઓની સંખ્યા નાનીસુની નથી અને ગામડાઓમાં વસતા નર-નારીઓની સંખ્યા પણ નાની સુની નથી.

ચૂંટણીઓ વખતે ગામડાઓમાં રહેતા અસંખ્ય નરનારીઓ મતદાન કરવા જાય છે. અને દૂરદૂરનાં અંતર સુધી પહોચે છે.

ગ્રામ્ય વિસ્તારોના મત દ્વારા ચૂંટાઈ આવતા સંસદસભ્યોની અને ધારાસભ્યો ગ્રામ્યજનોનો પોકાર કાને ધરવાનું જો ચૂકેતો એના માઠાં પરિણામો આવી શકે છે !

બે બળદની જોડી ગાય અને વાછરડું તેમજ ‘હળ’ જેવા ગ્રામ્ય લક્ષીચૂંટણી પ્રતીકો ગામડાંઓની સંસ્કૃતિનું બેસુમાર રાજકીયકરણ થતું હોવાની તેમજ તેમાં અઢળક ખર્ચ કરાતો હોવાની ચાડી ખાય જ છે.

ગામડાંઓનાં હિતોની અવગણના કરવાનું અને ગ્રામપ્રજાને હડ્હડ્ કરવાનું ગમે તેવા ચમ્મરબંધી નેતાઓ અને પ્રધાનોને ભારે પડી શકે છે.

તો પણ ખાટલે મોટી ખોટ કે એને એક પાયો જ નહિ, એ કહેવત આપણે ત્યાં ચૂંટણીઓને અભડાવી શકે છે.

ગામડાઓનાં નરનારીની ‘અણગણતા’નો અને ભોળપણનો લાભ લઈને ચૂંટણીમાં જીત મેળવવા માટે યુકિત-પ્રયુકિતઓ અજમાવે છે.

હમણા સુધીની કેટલીક ચૂંટણીઓ તો આ ભોળી ભલી પ્રજાને ભરમાવીને જ જીતી લેવાઈ હોવાના આક્ષેપો થતા રહ્યા છે. નાણાની લેતીદેતી દ્વારા મત મેળવી લેવાની ઠગાઈ પણ આ પ્રજાનાં ભોળપણમાં થઈ શકે છે.

૫૦૦૦ હજારથી વધુ વર્ષો પહેલા આ ભૂમિ પર કૃષ્ણ નામના ‘નર ભૂતો ન ભવિષ્યતિ’ જેવા અને અનેક ચમત્કારોથી ઉભરાતાં વ્યકિત્વનું આ પૂણ્યૂભૂમિ પર આગમન થયું હતુ અને તેણે અગણિત ચમત્કારો સજર્યા હતા. એમ આપણે ત્યાં કહેવાયું છે અને તે પ્રચલિત પણ થયું છે. એની વિદાયે હમણા સુધી પૂરાતો નથી એવો ખાલીપો સજર્યો છે. તેમણે સર્જેલા ચમત્કારોમાં શું શુય હતુ અને તે કઈ રીતે શકય બન્યું હતુ તે વિષે શોધ-સંશોધન થયા જ હોવા જોઈએ.

કૃષ્ણે દ્વારકાનું સર્જન કર્યું હતુ એ ખરૂ, પરંતુ તેમણે નંદ-જશોદાને ત્યાં રહીને ગામડાંઓને જ સધ્ધ કરવાનું અને ગોવંશ આધારિત તેમજ કૃષિ અને વર્ષા આધારિત અર્થતંત્ર અપનાવીને ગોકુળો સર્જવાની નીતિ અપનાવી હતી.

આપણે અત્યારે વહેલીત કે જો ગામડાઓને ભાંગતા તૂટતા નહિ અટકાવીએ તથા કૃષ્ણ-ચાણકયની નીતિ નહિ અપનાવીએ તો આ દેશ ટુકડા થઈ જશે અને વર્ગવિગ્રહ સર્જાશે, એવી ભીતિ અસ્થાને નહિ લેખાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.