Abtak Media Google News

રીતેસ અગ્રવાલ – હજારો લોકો ની વચ્ચે પોતાનું નામ બનવું એ બધા લોકો નું એક સ્વપનું હોય છે.પરંતુ જરૂરી નથી હોતું કે બધા લોકો નું આ સ્વપનું પૂરું થાય. અને જેનું આ સ્વપનું પૂરું થાય છે તેણે ઘણી કઠીન પરિસ્થિતિ ઓ માંથી નિકળવું પડે છે. આ દુનિયામાં કોઈપણ વસ્તુ ફ્રી નથી મલતી તો પછી આ કામયાબી કેવીરીતે ફ્રી મળે. કહેવામાં આવે છે કે હર એક કામિયાબી ની પાછળ હજારો દુખ ભરી કહાની છુપી હોય છે.

આવીજ એક કહાની છે “ઓયો રૂમ્સ”ના માલિક રીતેસ અગ્રવાલની જે માત્ર ૨૩ વર્ષ ની ઉમરમાં છ હાજર કરોડ ના માલિક છે.અને રિપોર્ટર ના મત મુજબ રીતેસ અગ્રવાલ ની સંપતિ હર ત્રણ મહીને 30 ટકા ના ફાયદા થી વધે છે. હવે તમે પણ વિચારતા હસો કે આટલી નાની ઉંમરમાં એટલી બધી સંપતિનો માલિક ક્યાંક તેનો ફેમેલી બીઝનેસ તો નય હોયને  તો અમે તમને બતાવી દઈએ કે આ સંપતિ ખુદ રીતેસ અગ્રવાલે કમાઈ છે. હાલમાંજ રીતેસ અગ્રવાલે જાપાન ની એક કંપની સ્તફ્બેંક માં ૨૫૦ મિલીયન ડોલર નું રોકાણ કર્યું છે.

રીતેસ અગ્રવાલ ની આ મુસાફરી સરળ ન હતી રીતેસ ના માતા-પિતા એવું ઈચ્છતા હતા કે રીતેસ ઈજીનીયર નું ભણે.પરંતુ રીતેસ પોતાનો બિઝ્નેસ કરવા માંગતો હતો.માતા-પિતા ના કેહવા પ્રમાણે રીતેસે ફોટો માં આઈ.ટી.આઈ માં પ્રવેશ લઇ લીધો હતો.પરંતુ એનું મન હજી બીઝનેસ કરવામાં હતું.રીતેસ રજાઓ માં હંમેશા દિલ્હી તેના મિત્રો ને મળવા આવતા હતા,જે પોતાનો બીઝનેસ કરતા હતા. ફોટો માં પણ આઈ.ટી.આઈ કરવામાં ઘણો ખર્ચો થતો હતો. રીતેસ નો એ સમય એટલો ખરાબ ચાલતો હતો કે એણે સીળી ઉપર પણ રાત કાઢી હતી.પરંતુ એનું મન ફક્ત પોતાના બીઝનેસ ઉપર મક્કમ હતું. રીતેસે પોતાની આ પૈસાની સમસ્યાને ખતમ કરવા તેણે સીમકાર્ડ વેચવાનું ચાલુ કર્યું.

રીતેસ અગ્રવાલ કંપનીઓ માંથી સીમ લઈને રસ્તા ઉપર વેચવાનું ચાલુ કર્યું. એ સમય રીતેસ માટે ખુબજ કાતીન હતો પરંતુ તેણે કોઇ દિવસ હાર ન માની. તેણે આઈ.ટી.આઈ છોડી દિલ્હી માં બીઝનેસ સ્કૂલ માં પ્રવેશ મેળવ્યો. પછી તેણેઆ સ્કૂલ પણ છોડી દીધી.રીતેશ સ્ટીવ જોબ થી ખુબજ પ્રભાવિત હતો. એટલા માટે તેણે કોઈદિવસ હર ન માની. રીતેસે કોલેજ છોડ્યા પછી ૨૦૦૯ માં એક ઓરોવર નામ નું સ્ટાર્ટ અપ ચાલુ કર્યું. જેને ૨૦૧૩ માં રીતેસે “ઓયો રૂમ્સ” નામ ની કંપનીમાં ફેરવી દીધું.

આ કંપનીની  આખા દેશમાં ૮૫૦૦ હોટલોછે જેમાં ૭૦ હાજર રૂમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.