Abtak Media Google News

ધનવાન હોય કે નિર્ધન, રાજા હોય કે રંક, દરેક મનુષ્ય અશાંતિથી પીડાય છે. કોઈને ચૂંટણીનાં રાજકારણની પીડા છે. કોઈને આપણા જ દેશમાં સતત ચાલતા સંઘર્ષનાં રાજકારણની અને તેને કારણે ગમે તે ઘડીએ સર્જાતી રહેલી જાતજાતની કટોકટીઓની પીડા છે. કયાંક સરકાર દ્વારા બેંકોમાં ઠલવાતી રહેલી જંગીરકમની ભીતરમાં ડોકાતી રહેલી દેવા માફી સમી અવનવી સખળડખળની પીડા પજવે છે અને ભારત-પાકિસ્તાનમાં તથા ચીનમાં છાસવારે પ્રવર્તતી યુધ્ધકીય ગરમાગરમીની પીડા આપણા દેશમાં, ને અન્યત્ર અનુભવાતી રહે છે.

કોરોનાગ્રસ્ત ફફડાટ વચ્ચે વર્તમાન વિશ્ર્વ આધ્યાત્મિક અને દુન્યવી કટોકટીમાં ફસાયું છે એમ કહેવામાં પણ લગીરી અતિષયોકિત નથી. માનવજાતે કરોડો ડોલર ખર્ચી નાખ્યા છે તો પણ હમણા સુધી એ નીરૂપાય જ રહી છે અને એની સાચી ઓળખ સુધ્ધા પાંખી નથી. આત્મખોજનો સીલસીલો અવિરત ચાલુ છે. કોઈ કોઈ કહે છે કે, કોરોના કુદરતનાં ખોફનું પરિણામ છે. જે કાંઈ માનવજાતે બગાડી મૂકયું છે એને શુધ્ધ કરી લેવાય, એ જએક ઉપાય છે !

હમણા હમણા ભારતના જન્મજાત તેમજ કટ્ટર શત્રુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને એમ કહેવા માંડયું છે કે, જો ભારત પાકિસ્તાનની ભૂમિ પર હૂમલો કરશે કે અન્ય કોઈ યુધ્ધકિય ઉશ્કેરી કરશે તો પાકિસ્તાન તેનો વળતો જવાબ આપશે જ.

બીજી બાજુ, જયારે પણ પાકિસ્તાન ભારત પ્રત્યે ઉશ્કેરણીની ભાષા બોલે છે અને ચેતવણીનો સૂર વ્યકત કરે છે ત્યારે ચીન ઉંચુનીચું થયા વગર રહેતું નથી અને સંઘર્ષનાં છમકલાં કર્યા વિના રહેતું નથી.

ભારત-ચીન વચ્ચેની તંગદિલી તાજેતરમાં જ બહાર આવી હતી અને ઉકળાટ વધ્યો હતો એ કોઈથી અજાણ્યું નથી !

પાકિસ્તાની ક્બ્જા હેઠળના કાશ્મીરનાં પ્રદેશ ઉપર ભારતનો કબ્જો લઈ લેવાની જાહેરાતો શ્રી અમીત શાહ અને બીજાઓ કરી ચૂકયા છે.

તે પછી ભારત સરકાર એમ કરી શકી નથી. પરંતુ એને લગતો ઘુંઘવાટ ચાલુ રખાયો છે, અને પાકિસ્તાન એને લગતો રાજકીય ઉકળાટ જાહેર કરી રહ્યું છે.

પાકિસ્તાનમાંના શ્રીનગરની સરહદ નજીકનાં, એટલે કે યુધ્ધ વિરામ સીમાની નજીકનાં પ્રદેશમાં આતંકવાદીઓએ હિંસક છમકલા કર્યાની વાતો ખૂલ્લી થતી રહી છે.

કાશ્મીરમાં અચાનક અને અગમ્ય રીતે પાકિસ્તાની આતંકીઓએ ભેદી રીતે ત્રાટકીને મોટી સંખ્યામાં ભારતીય સૈનિકોને બુરી રીતે મોતને ઘાટ ઉતારીને હાહાકાર સજર્યો એ પછી કાશ્મીરની સરહદે યુધ્ધનો માહોલ સર્જાવાની પરિસ્થિતિ પેદા થઈ છે. આતંકીઓએ કાશ્મીરમાં રકતપાત સર્જીને દેશના રાજકીય હવામાનને લાંબા યુધ્ધની શકયતા હેઠળ મૂકી દીધો છે.

આ બધુ કાશ્મીરમાં સર્જાયેલા ભયંક્ર રકતપાત સુધી પહોચ્યું છે. આતંકીઓ બેકાબુ બન્યા છે. હજુ એ વધુ વિકરાળ બનવા માગે છે. જમ્મુ કાશ્મીર સળગે તો નવાઈ નહી, અનેક લાશો ઢળે તો નવાઈ નહીં. શહીદોની હારમાળા ર્જાયતો નવાઈ નહીં ગુજરાત અને દેશના વધુ પ્રદેશો આતંકી ખતરાથી ખાલી નથી ! પાકિસ્તાન, અમેરિકા, ચીન અને યુનો વિશ્વ રાષ્ટ્ર સંઘ નજીકના સમયમાં લડાઈ યુધ્ધના ઓછાયામાં આવી જશે જ અને રાજદ્વારી નવાજૂનીઓ ભારતની ભૂમિને અને માનવજાતને ચોકાવશે એવી સહુ કોઈને દહેશત રહે છે. એને રોકવાનો સમાંતર જંગ ખેલવા કોઈ ત્રીજો યોધ્ધા મેદાને પડે અને જીતે એમાં જ માનવજાતનું ભલુ લેખાશે અને એ જ યુગ પુરૂષનું બીરૂદ પામશે.

આ વાત પાકિસ્તાનને વહેલી સમજાઈ જવી જોઈતી હતી. ચીનની બાબતમાં પણ અમે કહી શકાય ! છતાં, ઈમરાનખાને અવળચંડાઈ છોડી નથી. એમણે ભારત સામે ઉશ્કેરણીની ભાષા વાપરી છે. જો કે, ઈમરાન ખુદ એમના જ વિરોધીઓથી ઘેરાયેલા છે. એમના લશ્કરી વડાઓ એમની વિરૂધ્ધ મોટી નવાજૂનીના મૂડમાં છે.

ભારતમાં પણ અશાંતિના ઓળા ઉતરતા દેખાય છે. કોરોનાગ્રસ્ત આ અશાંતિ છે.

આપણા દેશમાં સતત ચાલતા રાજકીય સંઘર્ષની અને તેને કારણે ગમે તે ઘડીએ સર્જાતી રહેલી જાતજાતની કટોકટીઓ ડોળા ફાડી રહી છે. કયાંક સરકાર દ્વારા બેંકોમાં ઠલવાતી રહેલી જંગી રકમોની અને તેને અનુલક્ષીને સતત ચાલુ રહેતા અવનવા સખળડખળની મુંઝવણો છે.

કોરોનાગ્રસ્ત કારમી પરિસ્થિતિએ આખા દેશને અને સવા કરોડ લોકોની હસ્તીને તમામ રીતે હચમચાવી છે. એક સંધાય ત્યાં પાંચ તૂટે એવી હાલત છે. તમામ સરકારો અલગ અલગ જાતના અજંપાઓથી મુંઝવણોથી હાંફતી રહી છે. તમાચા મારીને ગાલને રાતા રાખવા જેવો ઘાટ પ્રવર્તે છે.

આપણા દેશની બેહદ કપરી હાલતમાં નેતૃત્વ કરવું એ રમકડે રમતા નાના છોકરાઓનાં ખેલ નથી, એનો ચેતવણીસૂચક પૂનરૂચ્ચાર કરવો પડે છે.

આપણા દેશની રાજકીય આર્થિક સલામતી અંગે તૂર્તમાં વ્યાપક પગલાં લેવા પડે, તોનવાઈ નહિ એમ અભ્યાસીઓનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.