Abtak Media Google News

સીએઆઇટી ભારતીય ઉત્પાદનો ખરીદવા-વેચવા વેપારીઓ-લોકોને જાગૃત કરશે

સીએઆઇટી દ્વારા આજે  ચહેરાના માસ્ક અને ચાના કપ છપાવી ને ચાઇનીઝ ચીજોનો બહિષ્કાર કરવા રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ચીનના સતત ભારત વિરોધી વલણને જોતા, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) એ આજે  ચાઇનીઝ ચીજોનો બહિષ્કાર કરવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે, “ભારતીય ચીજો- અમારું ગૌરવ” શીર્ષક આ અભિયાનનો હેતુ આયાતમાં ઘટાડા હાંસલ કરવાનો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફીર લોકલ અને આત્મનિર્ભ ભારત  અભિયાનના પ્રથમ તબક્કામાં સીએઆઇટીએ ૩૦૦૦ વસ્તુઓની સૂચિ બનાવી છે જે હાલમાં ચીનથી આયાત કરવામાં આવે છે અને જે ભારતીય ઉત્પાદિત માલ દ્વારા સરળતાથી બદલી શકાય છે.  સીએઆઇટી દેશભરના વેપારીઓ અને લોકોને જાગૃત કરશે કે ચીની ચીજોને બદલે ભારતીય ઉત્પાદનો વેચવા અને ખરીદવી જોઈએ.

ચાઇનાથી ચાર પ્રકારની આયાત થાય છે. તેમાં ફીનીસ માલ, કાચા માલ, સ્પેરપાર્ટ્સ અને તકનીકી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.  સીઆઈએટીએ પહેલા તબક્કામાં ચીનથી આયાત કરેલા તૈયાર માલનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા ચાર વર્ષથી સીએઆઇટી સમયાંતરે ચીની ચીજવસ્તુઓના બહિષ્કાર માટેનું અભિયાન ચલાવી રહ્યું છે, જેનો સકારાત્મક પરિણામ એ છે કે છેલ્લા બે વર્ષમાં ચીનની આયાતમાં  ઘટાડો થયો છે.  વર્ષ ૨૦૧૮ માં આ આયાત ૭૬ અબજ ડોલર હતી જે હાલમાં ૭૦ અબજ ડોલર છે.

દેશમાં કોરોના રોગચાળાના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને હાલમાં આ અભિયાન ખાસ કરીને ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ પર વિડિઓ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવશે!  આ અભિયાનમાં ૪૦ હજારથી વધુ વેપારી સંસ્થાઓ અને તેમની સાથે સંકળાયેલા ૭ કરોડ વેપારીઓ ભાગ લેશે.  ગ્રાહકોને ચીની ચીજોનો બહિષ્કાર કરવા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ના અધ્યક્ષ શંકર ઠક્કરે અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.