Abtak Media Google News

આજે વિશ્વ શ્વાન દિવસ

વિખ્યાત અમેરિકન પેટ પ્રોડકટસ એસોસિએશન દ્વારા દર વર્ષે ર૬ ઓગષ્ટે આ દિવસની ઉજવણી કરાય છે; આપણા જીવનમાં શ્વાન એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે

બાળથી મોટેરાને શ્વાન પ્રત્યે લગાવ હોય છે. પોતાના પાલતુ જાનવરો પરત્વે માનવી પોતાના પુત્ર કરતા પણ વિશેષ પ્રેમ કરતાં હોય છે. તેની સાર સંભાળ સાથે વેકસિનેશન, આહાર ઉછેર બાબતે માલિક હમેશા તકેદારી રાખીને પોતાના લાડલા શ્વાનને ઉછેરે છે.

સમગ્ર વિશ્ર્વમાં આજે વિશ્વ શ્વાન દિવસ તરીકે ઉજવણી કરાય છે. વર્ષોથી કાર્યરત અમેરિકન પેટ પ્રોડકટસ એસોસિયન (APPA) શ્વાનને સન્માન આપવા વૈશ્વિક ઉજવણી કરે છે. વર્ષોથી માનવી સાથે રહેતા અને માનવીનો સાચો મિત્ર શ્વાન પોતાના ઘણા બધા ગુણો સારી ટેવને કારણે પ્રિય છે. ખાસ તો નાના બાળકોને આ શ્વાસ ખુબ જ ગમે છે. પાલતું ડોગને પરિવારના સદસ્યની જેમ રાખે છે. સોશ્યલ મીડીયામાં તેના એકાઉન્ટ પણ ખુલવા લાગ્યા છે. પાલતુ શ્વાન માલિકની સુચનાનો અમલ સાથે ઘણી બધી ઓબિડયન્સી સ્કીલમાં પાવર ફુલ હોવાથી તેના માલિકને ગર્વ થાય છે. વિશ્ર્વભરમાં ૧૧૦૦ થી વધુ પાલતું જાનવરને માણસ પોતાના ઘરે પાળી રહ્યો છે જેમાં ડોગ કેટ પોપટ વિગેરેનો સમાવેશ થાય છે.

જનાવર એ સદીઓથી માણસ જાતના મિત્ર રહેલ છે. લોકો જુદા જુદા પાલતું જાનવર રાખવાનો શોખ હોય છે. ઘણા લોકો એનિમલ લવર પણ હોય છે. એટલે પાળે છે તો અમુક પોતાના સ્ટેટસ માટે પાળતા હોય છે. આજે કેટલાય શ્વાન સેલેબ્રીટી જેવી ઓળખ ધરાવે છે. ફિલ્મ સ્ટારોમાં ડોગ પાળવાનો જબ્બર ક્રેશ છે.

આપણાં ભારતમાં પાલતુ ડોગ સાથે સ્ટ્રીટ ડોગને પણ એટલો જ પ્રેમ કરાય છે. માંદગી, આહાર વિગેરેમાં તેને પણ આસપાસના લોકો સંપૂર્ણ મદદ કરે છે. આપણાં ક્રિકેટર

વિરાટ કોહલી પણ ડોગ લવર છે તેને બિગલ ડોગ બ્રીડ રાખેલ છે. કેટલાક લોકો પોતાની સિકયુરીટી માટે પણ ખુંખાર મોટી બ્રીડના શ્વાન પાળે છે.

ઇતિહાસ જોઇએ તો માણસે ૩૦ હજાર વર્ષ પૂર્વે પાળતું શ્ર્વાન પોતાની સાથે રાખવાનું શરુ કર્યુ હતું. શ્વાનનો મોટો ફાયદો એ છે કે તે માલીકના આદેશ અનુસાર વર્તન કરે છે, અને ડીસીપ્લીનમાં રહે છે. શ્વાન માનવીને સુધી ને જ કેન્સર, ડાયાબીટીસ અને અન્ય બિમારીઓ જાણી શકે છે. શ્ર્વાન જુદા જુદા ૧૦ થી વધુ પ્રકારના અવાજો કાઢી શકે છે.

શ્વાનની અલગ અલગ પ્રજાતિમાં લેબ્રાડોર, પગ, જર્મન શેફર્ડ, ગ્રેટડેન, બોકસર, ડોબરમેન, પોમેરિયન, બિગલ, ચાવચાવ, મેસ્ટીફ, પીરાન્હેન ડેન, હસ્કી, લાસા, જેવા વિવિધ પ્રજાતિના ડોગ હોય છે.

Img 20200826 Wa0207

ડોગ લવર કલબ હેલ્પલાઇન

રાજકોટમાં ડોગ લવર કલબની હેલ્પ લાઇન ચાલે છે જેમાં ડોગ વિશેનું માર્ગદર્શન ટ્રીટમેન્ટ, આહાર, ઉછેર જેવી માહિતી વિનામૂલ્યે અપાય છે. જેના મોબાઇલ નંબર ૯૮૨૫૦ ૭૮૦૦૦ તથા ૯૮૨૪૯ ૦૭૪૩૧ છે.

બોલીવુડના કલાકારોનો શ્વાન પ્રેમ

આપણી ફિલ્મ દુનિયાના કલાકારોમાં શ્વાન પ્રેમ નિહાળો છે. કેટલીક ફિલ્મોમાં શ્વાનની ભુમિકા પણ મહત્વની જોવા મળી રહી છે. જાણીતા કલાકારો પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડીસ, મલાઇકા અરોરા, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ઋત્વિક રોશન, સલામાનખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગન, સોનીશ્રી સિંહા, શ્રઘ્ધા કપુર , વ‚ણ ધવન, સોનમ કપૂર, સની લિયોની જેવા વિવિધ સ્ટારો પાસે શ્ર્વાન છે.

શ્વાનની અજાણી વાતો

મનુષ્યો લગભગ ૩૦ હજાર વર્ષથી શ્વાન પાળે છે. શ્વાન વિવિધ બિમારીને પણ ઓળખી લે છે, તેની સૂંઘવાની શકિત પાવર ફુલ હોય છે. તે જુદા જુદા ૧૦ થી વધુ પ્રકારના અવાજો કાઢી શકે છે. ઇતિહાસ જોઇએ તો તે ‘ભેડિયા’ના પૂર્વજો એક જ હતા, તેથી જ તે બન્નેનું ૯૯.૯૯ ટકા ડી.એન.એ. સરખુ જોવા મળે છે. માનવીનું લોહી જેમ ચાર પ્રકારનું હોય તેમ શ્ર્વાનના લોહીના ૧૩ પ્રકારના હોય છે. ‘પીટબુલ’નામની શ્વાન પ્રજાતિ સૌથી ખતરનાક હોય છે. અમેરિકામાં તેને પાળવાની મનાઇ છે. તેના હુમલાને કારણે માણસોના મૃત્યુ થાય છે. દુનિયાના ૧૦ સૌથી ખતરનાક ડોથમાં આ બ્રીડ પ્રથમ નંબરે છે. શ્વાનની આંખની રોશની વધુ તેજ હોય છે. અંતરિક્ષમાં પણ સૌ પ્રથમ રશિયાનો ડોગ ‘લૈકા’ગયો હતો. ગ્રીક અને બલ્ગેરીયામાં એક યુઘ્ધ એટલા માટે થયું હતું કે ગ્રીકનો શ્વાન બલ્ગેરીયાની બોર્ડર ક્રોસ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.