Abtak Media Google News

ગુજરાત સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી કુતરાઓ કરડવાના બનાવો માં ભારે ઉછાળો આવ્યો છે શેરી ડાઘીયા કુતરાઓના હુમલા થી અનેક ના જીવન ખોવાઈ ગયા છે, ત્યારે હવે દેશભરમાં હિંસક અને જોખમી ગણાતા નસલના કુતરાઓ પર પ્રતિબંધ આવે તેવા દિવસો નજીક જ છે, દિલ્હી હાઇકોર્ટે ગઈકાલે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની મુદત આપી જોખમી અને ખુખાર ગણાતા કૂતરાની પ્રજાતિમાં પીટબુલ  તેરિયર અમેરિકન બુલડોગ રોટવીલર પ્રજાતિ પર પ્રતિબંધ અને લાયસન્સ આપવા મુદ્દે સરકારને ગાઈડલાઈન બનાવવા ત્રણ મહિનાની મુદત આપી છે.

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ખૂંખાર જોખમી નસલના પીટબુલ ,તેરિયર ,અમેરિકન બુલડોગ, રોટવીલર જેવા ખૂંખાર જાતિના કુતરાઓ ના પ્રતિબંધની ગાઈડલાઈન નક્કી કરવા આપી ત્રણ મહિનાની મહેતલ

દિલ્હી હાઇકોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિ મનમોહન ની ખંડ પીઠે જાહેર હિતની થયેલી અરજી ની કાર્યવાહી દરમિયાન જણાવ્યું હતું કે સરકારે જોખમી જાતના કૂતરાઓ અંગે તાત્કાલિક ધોરણે નિયમો અને ગાઈડલાઈન કરવી જોઈએ ..સાથે સાથે કોર્ટે વિદેશી નસલ ના કુતરાઓ સામે સ્થાનિક દેશી કુતરાઓ ને મહત્વ આપવાનું પણ સૂચન કર્યું હતું… સરકારી વકીલે કહ્યું હતું કે આ મુદ્દે ચર્ચા વિચારણા ચાલી રહી છે આ સુનાવણી દરમિયાન અગાઉ ન્યાયમૂર્તિ મીની પુષ્કરના ના ચુકાદાને પણ ટાંકવામાં આવ્યું હતું

જોખમી કૂતરાઓ અંગે થયેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બુલડોગ રોટવીલર પીટબુલ નેપોલિટન મસ્તી જેવા ખૂંખાર નસલના કુતરાઓ પર ભારત સહિત બારથી વધુ દેશો પર પ્રતિબંધ છે તેમ છતાં દિલ્હી નગરપાલિકા આ પ્રજાતિના કુતરાઓ પાળવા નું લાયસન્સ આપે છે અરજીમાં આવા કુતરાઓ પોતાના માલિકોને પણ કરી ગયા હોવાના દાખલા આપ્યા છે.જોખમી નસીલ ના કુતરાઓ પર પ્રતિબંધ મૂકવાની દાદ માંગવામાં આવી છે આવનાર દિવસોમાં કદાચ દેશમાં ખૂંખાર પ્રજાતિના કૂતરાઓ પર પ્રતિબંધ આવે તેવું દેખાઈ રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.