Abtak Media Google News

કોરોનાના કેસોની સંખ્યા મુજબ રાજયને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચીને તેમાં ૧૦-૧૦ દિવસના તબકકે લોકડાઉન ઉઠાવાય તેવી આધારભૂત સુત્રોની માહિતી

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામા આવી હતી. આ લોકડાઉનનો સમયગાળો આગામી ૧૪મી એપ્રીલે પૂરો થનારો છે. ત્યારે દેશભરનાં લોકોમાં ઉતેજના છે કે લોકડાઉન વધશે કે પૂરૂ જાહેર કરવામાં આવશે. લોકડાઉનના કારણે જીવન જરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ થઈ જવાથી આર્થિક નુકશાની ઉપરાંત ધીમેધીમે અનેક વસ્તુઓની તંગી ઉભી થવાની સંભાવના છે.જેથી રાજયની રૂપાણી સરકારે ત્રણ તબક્કે લોકડાઉનમાં રાહત આપવાની વિચારણા હાથ ધરી છે.

આધારભૂત સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ લોકડાઉન ઉઠાવવાનું થાય તો રાજય સરકાર રાજયમાં ૧૦-૧૦ દિવસના ત્રણ તબકકામાં ક્રમશ: લોકડાઉન હટાવવા વિચારણા કરી રહ્યું છે. જેમાં રાજયને ત્રણ વિસ્તારો ગ્રીન, યલો અને રેડ ઝોનમાં વિભાજીત કરવામાં આવશે જયાં કોરોનાના એક પણ કેસો ન હોય તેવા વિસ્તારોને ગ્રીન ઝોનમાં મૂકીને મોટાભાગના પ્રતિબંધોને હટાવી લઈને લોકોને છૂટછાટ આપવામાં આવશે. જે વિસ્તારોમાં કોરોનાના થોડા ઘણા કેસો હોય તેવા વિસ્તારોને યલો ઝોનમાં મૂકીને થોડા પ્રતિબંધો હટાવી લેવામાં આવશે પરંતુ લોકોને તમામ છૂટછાટો આપવામાં નહી આવે.

જયારે, રાજયના જે વિસ્તારોમાં કોરોનાના સમુહ સંક્રમણના કારણે વધારે કેસો જોવા મળે છે. તેને રેડ ઝોનમાં મૂકીને લોકડાઉનમાં મૂકાયેલા તમામ પ્રતિબંધોને આ વિસ્તારોમાં યથાવત રાખવામાં આવશે. ઉપરાંત, લોકડાઉન ઉઠાવવાના પ્રથમ ૧૦ દિવસના તબકકામાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનાં ઔદ્યોગિક ઉત્પાદનો અને કોમર્શિયલ વેચાણ માટેની છૂટછાટ આપવામાં આવશે. બીજા ૧૦ દિવસના તબકકામાં અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો અને કોમર્શિયલ વેચાણ માટેની છૂટછાટ આપવામાં આવશે. જયારે ત્રીજા તબકકાના૧૦ દિવસમાં કોરોના સામેના સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની છૂટછાટો આપી દેવામાં આવશે. રાજયભરની શાળા, કોલેજો, અને શૈક્ષણિક સંસ્થાઓને બીજા કે ત્રીજા તબકકામાં પ્રારંભ કરવાની છૂટ આપવામાં આવશે.

જો કે, રાજય સરકાર દ્વારા વાહન વ્યવહારને શહેરો પૂરતું મર્યાદીત રાખવામાં આવશે. જયારે લોકડાઉન સંપૂર્ણ પણે ઉડશે તે બાદ જ રાજયભરમાં જાહેર વાહન વ્યવહાર ફરીથી પૂર્વવ્રત કરાશે ટ્રેન અને વિમાની સેવા પણ લોકડાઉન ઉઠાવવાના ત્રીજા તબકકામાં જ પૂર્વવ્રત કરાશે જયાં સૌથી વધુ લોકો એકઠા થાય છે. તેવા રાજયભરનાં શોપીંગ મોલો અને મલ્ટીપ્લેકસોને લોકડાઉન સંપૂર્ણ પણે ઉઠાવવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે રાજય સરકારના વરિષ્ટ અધિકારીએ આ અંગે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર લોકડાઉન વધારવાનો નિર્ણય કરશે તો રાજય સરકાર આ નિર્ણયનો સ્વીકાર કરીને લોકડાઉન વધારશે પરંતુ લોકડાઉન ઉઠાવવા માટેના અભિપ્રાયો માંગશે રાજયસરકાર આ રીતે તબકકાવાઈઝ લોકડાઉન ઉઠાવશે.

હાલ રાજયમાં સૌથી વધુ કોરોના વાયરસ દર્દીઓ અમદાવાદમાં જોવા મળ્યા છે. રાજયનાં ૨૬૨ કોરોના પોઝીટીવ કેસમાંથી ૧૪૨ અમદાવાદના છે. આનુ સૌથી મોટુ કારણ આ વિસ્તારમાં સૌથી વધુ નમૂનાઓ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી ક્ધટેઈનમેન્ટ ઝોન છે. અને આઠ ક્ધટેઈનમેઈન ઝોનમાંથી એક હજાર લોકોના નમૂના લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતુ કે અમે હોટસ્પોટ શહેરોમાં ક્ધટેઈનમેન્ટ ઝોનના વિવિધ ભાગોમાંથી રેન્ડમ નમૂના લીધા હતા અકે હજારથક્ષ વધુ નમૂનાઓ એકત્રીક કરવાને કારણે આવી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. વધુ કેસો બહાર આવે છે જેનાથી વહેલા તેમની સારવાર કરી શકાય છે. અને કોરોના વાયરસથી બચી શકાય છે. જયારે રાજયનાં ઔદ્યોગિક વિસ્તારોમાં કોરોના કેસો નહિવત જોવા મળ્યા છે.

ઔદ્યોગિક વિસ્તારોમાં કોરોનાના ઓછા કેસોથી ઉદ્યોગો શરૂ કરવા માટે સાનુકુળ સ્થિતિ

દેશભરનાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત રાજય દાયકાઓથી અગ્રેસર રહેવા પામ્યું છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે રાજયના જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાયના મોટાભાગના ઔદ્યોગિક એકમો બંધ છે. જેના કારણે રાજયને દરરોજ ભારે નુકશાન વેઠવું પડી રહ્યું છે. જયારે ઔદ્યોગિક એકમો સદંતર બંધ હોવાથીતેના પર નભતા કામદારોને પણ રોજીરોટીનો વિકટ પ્રશ્ર્ન ઉભો થવા પામ્યો છે. જો કે ગુજરાત માટે સારી બાબત એ છે કે જે જિલ્લાઓમાં વધારે ઔદ્યોગિક એકમો આવેલા છે. તે રાજયોમાં કોરોનાના કેસો ખૂબજ ઓછા જોવા મળ્યા છે.

રાજયમાં મોટાપ્રમાણમાં ઔદ્યોગિક એકમો જે જિલ્લાઓમાં આવેલા છે. તેમાના ૧૭ લાખની વસ્તી ધરાવતા વલસાડ જલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. ૧૫ લાખની વસ્તી ધરાવતા ભરૂચ જિલ્લામાં કોરોનાના સાત પોઝીટીવ કેસો નોંધાયા છે.

૬૦ લાખની વસ્તી ધરાવતા સુરત જિલ્લામાં ૨૭ કેસો, ૩૮ લાખની વસ્તી ધરાવતા રાજકોટ જિલ્લામાં ૧૮ કેસો, ૨૦ લાખની વસ્તી ધરાવતા કચ્છ જિલ્લામાં ચાર કેસો, ૨૧ લાખની વસ્તી ધરાવતા જામનગર જિલ્લામાં એક કેસ ૪૧ લાખની વસ્તી ધરાવતા વડોદરા જિલ્લામાં ૫૯ કેસો નોંધાયા છે. તેમાં પણ મોટાભાગના કેસો શહેરી વિસ્તારોમાં જોવા મળ્યા છે.

જયારે ઔદ્યોગિક વસાહતો શહેરથી દૂરનાવિસ્તારોમાં હોય છે. આમ, રાજયભરનાં ઔદ્યોગિક વિસ્તારોમાં કોરોના વાયરસના ખૂબજ ઓછા પોઝીટીવ કેસો જોવા મળ્યા છે. જેથી લોકડાઉન ઉઠાવવાનો નિર્ણય કરવામાં આવે તો આ ઔદ્યોગિક એકમોને ધમધમતા કરી શકાય તેવી સાનુકુળ સ્થિતિ હોવાનું ઉદ્યોગ જગતના આગેવાનોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.