Abtak Media Google News

શિયાળામાં લોકો સર્દી-તાવ અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યાઓથી ઉભી થતી હોય છે. આવામાં ખજૂર ખાવા થી આ સમસ્યાઓ થી મુક્ત થઈ શકો છો. ખજૂરને શિયાળનો માવો પણ કહેવામાં આવે છે. માટે શિયાળામાં ખજુર ખાવાથી ઘણી બધી સમસ્યાઓ થી રાહત મળી જાય છે.

Advertisement

જોકે ખજૂર ખાવો બધાને ન ગમે, જ્યારે કેટલાક લોકો તેનો રંગ જુએ છે ત્યાજ તે ખાવાનો અસ્વીકાર કરે છે, પરંતુ આજે અમે તમને આ ખજૂર ખાવાથી થતા  ભરપુર ફાયદાઓ વિશે કહીશુ. આના વિશે જાણ્યાપછી તમે પોતાની જાતને ખજુર ખાવાથી નાય રોકી શકો.

1- પોષક તત્ત્વોથી છે ભરપુર ખજૂર.

ખજૂરમાં આયર્ન, મિનરલ, કેલ્સિયમ, એમિનો એસિડ, ફસ્ફોરસમાં પુષ્કળ માત્રામાં જથ્થો મળી આવે છે. આમાં વિટામીન બી 1, બી 2, બી 3, બી 5, એ 1 અને વિટામીન સી પણ મળે છે. શિયાળુ હવામાન દરરોજ 2-3 ખજુર ખાવાથી શરીરને ખૂબ લાભ થાય છે

2- હૃદયના રોગો થી બચાવે છે.

ખજૂરમા 54 ટકા ખંડ અને 7 ટકા પ્રોટિન હોય છે. આ તે લોકો માટે ખૂબ જ યોગ્ય છે જે હૃદયના દર્દીઓ છે જો કોઈ વ્યક્તિને હૃદયની રોગો છે તો તે રોજિંદા 3 થી 4 ખજૂર ખાવા જોઈએ કારણ કે ખજૂર બોડીના કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.

3- રોગ પ્રતિકારકક ક્ષમતા વધારે છે

શિયાળામા દરરોજ ખજૂર ખાવો એટલા માટે લાભદાયી છે કારણ કે તેમા રહેલો ગ્લુકોઝ ઔપ ફ્રોક્યુટોઝ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે કામ કરે છે અને બિમારીઓથી શરીરને શક્તિ આપવાનું કામ કરે છે.

4- શરીરને શક્તિ મળે છે

શિયાળા માં ખજૂર ખાવાથી શરીરમાં ખુબજ શક્તિ મળે છે તેમાં ઉપલબ્ધ કુદરતી શર્કરા શરીરમાં તાત્કાલિક ઊર્જામાં વધારો કરવાનું કામ કેરે છે મદદ કરે છે. જો તમે તમારા શરીરને સ્ફૂર્તીલું કરવા માંગો છો તો પછી ખજૂરનું સેવન કરો.

5- પાચન ક્રિયા સુધરે છે.

ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર મળી આવે છે જે પેટની પાચન શક્તિને સુધારવા ઉપરાંત ભૂખ વધારે છે એટલું જ નહીં, પેટને લગતી કોઈપણ તકલીફ માટે ખજૂરનો સ્રોત કોઈ રામબાણ ઉપચારથી ઓછું નથી

6- શરીરને  આયર્ન મળે છે

ખજૂરમાં હાજર પ્રોટીન, વિટિમિન અને મિરલ્સથી શરીર ને શક્તિ મળે છે. સાથે સાથે ખજૂરમાં સારા પ્રમાણમાં આયર્ન પણ થાય છે. જે લોકો વધારે તાણ અથવા કમજોરી અનુભવે છે, તેમાં આયર્નની કમી છે. અને દિવસ 3 થી 4 ખજૂરના શરીરમાં આયર્નની ખામીઓ પૂર્ણ થાય છે.

7 હાડકાઓ મજબૂત થાય છે

ખજૂરમાં ઓછા સોડિયમ અને ઘણાં બધા ખાદ્યપદાર્થો મળી આવે છે જે આપણા શરીર ના હાડકાઓ માટે ખૂબ લાભદાયી હોય છે. ખજૂરમાં હાજર સેલીનિયમ, મેગ્નિઝ, કોપર જેવી મીનરલ અમારા હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરો.

8- સંક્રમણ થી બચાવ છે

હમણાંથી જે રીતે શહેરોમાં પ્રદૂષણ ફેલાયેલી છે, તેના લીધે મોટાભાગના લોકો ધૂળ સંબંધિત જપેટમાં આવે છે. આ સંક્રમણ શરીરમાં ફેલાઈને અનેક બિમારીઓ જન્મ આપે છે પરંતુ જે લોકો રોજિંદા ખજુર ખાય છે, તેઓ ક્યારેય કોઈ સંક્રમણ તેમનો શિકાર બનાવતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.