ચહેરાની ત્વચાને ક્લીન અને ગ્લોઈંગ બનાવવા માટે તમને બજારમાં મોટી બ્રાન્ડની બ્યુટી પ્રોડક્ટ્સ સરળતાથી મળી જશે, પણ એ પ્રોડક્ટ્સ તમને નુકશાન પોહચાડી શકે છે.પણ જો તમે તમારી સ્કીનને સુરક્ષિત પણ રાખી શકો અને પ્રોડક્ટ્સ પણ ઉપયોગમાં લઇ શકો તો!!! ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેનાથી કોઈ આડઅસર પણ નહિ થાય. આ એકદમ નેચરલ છે.

પ્રાકૃતિક વસ્તુઓની વાત કરીએ તો કાચા દૂધને ચહેરા પર લગાવવાથી ત્વચા માટે ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ કે સ્વચ્છ અને ચમકદાર ત્વચા મેળવવા માટે કાચા દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ફાયદા-

સ્કીન

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે કઈ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ?

કાચા દૂધના ફાયદા

ત્વચા પર કાચું દૂધ લગાવવાથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે. આ સાથે તે ત્વચાને ઊંડે સુધી સાફ પણ કરે છે. કાચા દૂધમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. જેની મદદથી તમે ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો. રાત્રે સૂતી વખતે તમારા ચહેરા પર કાચું દૂધ લગાવો અને સવારે ઉઠો ત્યારે તમને ગ્લોઈંગ સ્કિન મળશે. દૂધમાં લેક્ટિક એસિડની હાજરીને કારણે તે ત્વચા ટાઈટ બને છે.  ટેનિંગ પણ ઘટાડે છે અને રંગને ચમકદાર બનાવે છે તમે કાચા દૂધનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો.

કાચું દૂધ

૧ 1

ગુલાબની પાંખડીઓ

મધ

ચહેરા પર મધ લગાવવાથી શું ફાયદા થાય છે :

ત્વચાને કુદરતી રીતે એક્સફોલિએટ કરવા માટે મધ ખૂબ જ ફાયદાકારક છે.

મધ ચહેરાના છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે.

૩૩

ચહેરાની ત્વચાને કોમળ રાખવામાં મધ ખૂબ જ મદદરૂપ છે. ચહેરા પર કાચું દૂધ લગાવવાથી શું ફાયદા થાય છે?

કાચા દૂધમાં વિટામિન A હોય છે જે ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે.

તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું પણ કામ કરે છે, જેનાથી ત્વચા ભેજવાળી દેખાય છે.

ત્વચા પર ગુલાબનું ફૂલ લગાવવાથી શું થાય છે?

ગુલાબનું ફૂલ ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.

તે ત્વચાના કોષોને અંદરથી રિપેર કરીને ખોવાયેલી ચમક પાછી લાવવામાં પણ મદદ કરે છે.

૨ 1

ગુલાબની પાંખડી ત્વચાને કોમળ રાખવામાં મદદ કરે છે.

કેવી રીતે એપ્લાઇ કરવું :

સૌ પ્રથમ એક બાઉલમાં ગુલાબની પાંદડીઓને પીસી લો.

તેમાં 1 ચમચી મધ અને 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો.

આ ત્રણેયને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો.

લગભગ 20 મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો.

આ પછી તેને કોટન અને પાણીની મદદથી સાફ કરો.

તમે અઠવાડિયામાં લગભગ બે વાર આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.

પહેલી વખત તેનો ઉપયોગ કરવાથી, ચહેરાની ત્વચા સ્વચ્છ અને ચમકદાર દેખાશે.

5 1

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.