Abtak Media Google News

તમે ઘણી વખત વાંચ્યું કે સાંભળ્યું હશે કે ગુલાબ જળ ત્વચાની સુંદરતા વધારવા અને તેને સ્વસ્થ રાખવા માટે કેટલું ફાયદાકારક છે. તે તમારી ત્વચાના રોમછિદ્રોને કડક કરવા માટે એક મહાન ટોનર તરીકે પણ કામ કરે છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ ગુલાબ જળની શુદ્ધતા પર વારંવાર સવાલ ઉઠાવવામાં આવે છે.

2 52

એટલું જ નહીં બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ તે મોંઘી જોવા મળે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે મિનિટોમાં ઘરે ગુલાબજળ કેવી રીતે બનાવી શકાય, જેને જાણીને તમે તેની શુદ્ધતાની સાથે સાથે તમારા ખિસ્સાનું પણ ધ્યાન રાખી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

ગુલાબજળ બનાવવાની રીતઃ

– સૌથી પહેલા તાજા ગુલાબનું ફૂલ લો અને તેની પાંખડી તોડી લો.

આ પછી એક વાસણમાં 1 લીટર પાણી ઉકાળો અને તેમાં ગુલાબની બધી પાંદડી નાખો.

Maxresdefault 1

– તેને ઢાંકીને ઉકળવા દો, તમે જોશો કે ગુલાબની પાંખડીઓ તેમનો રંગ ગુમાવવા લાગે છે અને પાણી આછું ગુલાબી થવા લાગે છે.

– જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય અને તે એક લિટરથી અડધો લિટર રહે તો ગેસની ફ્લેમ બંધ કરી દો.

હવે તેને કોટનના કપડાની મદદથી ગાળી લો અને સ્પ્રે બોટલમાં રાખો. તમારું ઘરે બનાવેલું ગુલાબ જળ તૈયાર છે, જે બજારમાં મળતા ગુલાબજળ કરતાં ઘણું શુદ્ધ છે.

– તમે તેને દરરોજ સવારે અને સાંજે ચહેરા પર સ્પ્રે કરી શકો છો. આ સાથે, તમારી ત્વચાના છિદ્રો પણ સાફ થાય છે અને તમારો ચહેરો ખીલ અને ફોલ્લીથી કે અન્ય વિકારોથી  સુરક્ષિત રહે છે. આ સિવાય તમે આ ગુલાબજળને પાણીની જગ્યાએ સ્ક્રબ અને ફેસ પેકમાં મિક્સ કરીને પણ વાપરી શકો છો.

1 68

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.