Abtak Media Google News

ભારતનાં સૌથી નજીકના પાડોશી અને ભારત સાથે ઘનિષ્ઠ આર્થિક વ્યહાર ધરાવતા નેપાળ શાસકોની મતિ ફરી ગઈ હોયતેમ સેન્ટ્રલ બેંક ભારતની ૨૦૦,૫૦૦ અને ૨૦૦૦ના દરની નોટ પર પ્રતિબંધ મૂકવાનો લીધેલા આત્મઘાતી નિર્ણયને દેશમાંથી જ વિરોધ ઉઠ્યો છે. નેપાળનું અર્થતંત્ર ભારત પર નિર્ભર છે.ત્યારે નેપાળ રાષ્ટ્રબેંકના આ નિર્ણયથી તેનાજ પ્રવાસન અને વેપાર ઉદ્યોગ માટે મરણતોલ સાબીત થશે તેવો શૂર ઉઠ્યો છે. સેન્ટ્રલ બેંક દ્વારા ભારતની ૨૦૦,૫૦૦ અને ૨૦૦૦ના દરની નોટ પ્રતિબંધીત જાહેર કરવામાં આવી છે.

Advertisement

નવા નિયમ મુજબ હવે આ નોટ નેપાળનો કોઈ નાગરીક ભારત કે અન્ય રાષ્ટ્રમાંથી લાવી નહી કે વેપારમાં તેનો ઉપયોગ કરી નહી શકે નેપાળ સરકારના ગજેટમાં કરવામાં આવેલી આ જાહેરાત મુજબ ભારતીય દરમાં વ્યવહાર નહિ થઈ શકે. નેપાળ સરકારના આ પ્રતિબંધનો વ્યાપારીઓ અને ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રનાં ઉદ્યોગપતિઓએ વિરોધ કરીને જણાવ્યું છે કે સરકાર એક તરફ નેપાળના વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વિચારી રહી છે. ‘વિઝીટ નેપાળ’ જેવા કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે. અને ૨૦૨૦ સુધીમાં ૨૦ લાખ પ્રવાસીઓનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યું છે. અત્યારે વ્યાપારમાં મોટા ભાગે ભારતીય ચલણમાં વ્યવહાર થાય છે. ત્યારે સીમાવર્તી શહેરોમાં યુરો અને ડોલરનું ચલણ મેળવવામાં મુશ્કેલી પડશે.

ભારતમાં ચલણ પર પ્રતિબંધ મૂકવાના સરકારના મનસુબા પાછળ એવું કારણ દર્શાવવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય રીતે નેપાળ યુરો અને ડોલરમાં વ્યવહાર વધારવા માંગે છે.નેપાળના એ.પી. શર્મા કોલીએ જણાવ્યું હતુ કે નોટબંધીના કારણે અવેધ રીતે નેપાળમાં ગેરકાયદેસર રીતે જૂની નોટ અને નકલી ચલણ તસ્કરીના કારણે નેપાળના અર્થતંત્રને મોટો ફટકો પડયો હતો.

એક અહેવાલ મુજબ પાંચથી આઠ દિવસ નેપાળની મુલાકાતે આવતા પ્રત્યેક પ્રવાસી અગ્યાર હજાર ૩સો ૧૦રૂપીયાનો ખર્ચ કરે છે. વર્ષે બાર લાખ જેટલા ભારતીય પ્રવાસીઓ નેપાળની મુલાકાત લે છે.નેપાળ ભારતનું ચલણ પ્રતિબંધીત જાહેર કરવાનાં નેપાળ સરકારના નિર્ણયથી નેપાળનાં જ વેપાર ઉદ્યોગને ફટકો પડશે તેવો શુર અને વિરોધ નેપાળમાં ઉઠ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.