Abtak Media Google News

રાજકોટના આસપાસના જિલ્લાઓમાં સ્વાઈન ફલુનો વધતો જતો કહેર

રાજકોટ જિલ્લામાં દિન પ્રતિદિન સ્વાઈનફલુ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ અને આસપાસનાં જિલ્લાઓમાં સ્વાઈનફલુના દર્દીઓમાં ઘસારો જોવા મળે છે. રાજકોટ આસપાસના જિલ્લાઓમાં સ્વાઈનફલુ પોઝીટીવ કેસ વધુ જોવા મળી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં સ્વાઈન ફલના દર્દીઓનું પ્રમાણ ઓછુ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફરી એક જ દિવસમાં સ્વાઈનફલુના છ કેસ પોઝીટીવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. નવા વર્ષની શરૂઆત બાદ હાલ સુધી ૬૨ કેસ નોંધાયા છે. જયારે ૮ દર્દીઓનાં મોત નિપજયા છે.

Advertisement

સામાન્ય લક્ષણોની શ‚આત બાદ સ્વાઈનફલુની પકડ મજબુત બનતી રહે છે જેમાં ગત તા.૨૧મીના રોજ રાજસમઢીયાળાના ચોરા ગામના ૯૨ વર્ષિય વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અમરેલીના ધારી ગામના ૩૯ વર્ષિય યુવાન, જૂનાગઢના ૫૩ વર્ષિય પ્રૌઢ, ૪૫ વર્ષિય યુવાન જૂનાગઢ, જયારે રાજકોટના ૫૩ વર્ષિય પ્રૌઢા અને ૪૦ વર્ષિય મહિલા એમ કુલ ૬ કેસ પોઝીટીવ નોંધાતા તેમને રાજકોટની ખાનગી તથા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવા વર્ષની શરૂઆત બાદ માત્ર ૨૧ દિવસમાં ૬૨ સ્વાઈનફલુ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ૮ દર્દીઓએ દમ તોડયો છે. અને વધુ ૩૨ દર્દીઓ રાજકોટની ખાનગી અને સીવીલ હોસ્પિટલમાં સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

સ્વાઈનફલુના રોજે રોજ વધતા જતા દર્દીઓની સંખ્યામાં ત્રર કારણો જોવા મળી રહ્યા છે.

સ્ટેજ એ:

સ્વાઈન ફલુની શરૂઆતના પ્રથમ તબકકે દર્દીને નાકમાં ઈન્ફેકશન લાગે છે. અને શરદી હોય પરંતુ તાવ આવતો નથી.

સ્ટેજ બી:

શરદી અને નાકના ઈન્ફેકશન બાદ ગળામાં ઈન્ફેકશન પ્રવેશે છે. ત્યારબાદ દર્દીઓને તાવ આવવાની શરૂઆત થાય છે. તાવ અને શરદીના લક્ષણોમાં જ જો ટેમીફલુ લેવામાં આવે તો ઈન્ફેકશનને અટકાવી શકાય છે.

સ્ટેજ સી:

તાવ અને શરદીને હળવાશમાં લઈ એન્ટીવાયરસ ન લેવાથી ઈન્ફેકશન ગળાથી ફેફસા સુધી પહોચે છે. સ્વાઈનફલુના વાઈરસના કારણે ન્યુમોનીયા થઈ શકે છે. સ્વાઈનફલુ લક્ષણનું આ અંતિમ સ્ટેજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.