Abtak Media Google News

ડીએસપી બંગલાની સામે આવેલ એક દુકાન બહાર રાખવામાં આવેલ મુદામાલમાંથી એક લાખનો મુદામાલ ચોરી થઇ ગયાનો બનાવ પોલીસ દફતરે પહોંચ્યો છે. પાંચ દિવસ પૂર્વે દુકાન બહાર રાખવામાં આવેલ ચાર પાર્સલમાંથી એક પાર્સલની ચોરી થયાની દુકાનદાર દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પાર્સલમાં એક લાખની કિંમતની ડાયાબીટીસ માપવાની 200 સ્ટીક હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરી કરનાર શખસને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

નાગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અને ડીએસપી બંગલા સામે આવેલા પેનોરમા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા મેહુલભાઇ સતીષભાઇ વોરાએ શુક્રવારે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ચોરીના બનાવ અંગેની વિધિવત ફરિયાદ નોંધાવી હતી.જેમાં ગત તા.19મીના રોજ બપોરથી સાંજ સુધીના ગાળા દરમ્યાન દુકાન બહાર ચાર પાર્સલ રાખ્યા હતા. આ પાર્સલમાંથી એક પાર્સલની ચોરી થવા પામી હતી.

ચોરી થયેલ પાર્સલમાં રૂા.1,07,520ની કિંમતના ડાયાબીટીસ ચેક કરવા માટેના 200 સ્ટીકની જોડી હતી. પાર્સલ ચોરી થઇ જતા દુકાનદારે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી એક ઈસમ ગીતા લોજ પાસેથી પસાર થવાનો છે જે હકીકત પરથી પોલીસે વોચ રાખી દિગ્જામ મીલ, યાદવનગરમાં રહેતા કાના દેવશી ગોજિયા નામના શખસને ડાયાબિટીસ ચેક કરવાની સ્ટ્રીપની 200 ડબીઓ ભરેલા પાર્સલ રૂા.1,07,520 સાથે પકડી પાડી ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. શહેરમાં ડીએસપી બગલા સામે ચોરી થતાં આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.