Abtak Media Google News

અન્નને દેવતા કહેવામાં આવે છે. ખાવાનું બરબાદ કરવુ મતલબ આપણા મહેનતની કમાણીને બરબાદ કરી રહ્યા છે. અનેકવાર આપણને અંદાજ નથી હોતો કે કેટલા લોકો માટે કેટલી રસોઈ બનાવવાની છે. પણ જો તમે આજથી આ ટિપ્સ ફોલો કરશો તો તમારી ખાવા પીવાની વસ્તુઓ ક્યારે પણ બગડશે નહીં.

જો તમે પહેલાથી જ પ્લાન કરીને ચાલશો તો તમે ઘણો સામાન બરબાદ થતો બચાવી શકો છો. જો તમે બહાર ડિનર પર જઈ રહ્યા છો તો એ રીતે રસોઈ બનાવો અને જો જમવાનું બની ગયુ છે તો તેને ફ્રિજમાં મુકી દો જેનાથી તમે તેને બીજા દિવસે ખાઈ શકો.

વાસી બ્રેડ સૂકાયા પછી તમે તેનું પુડિંગ બનાવી શકો છો. આ બ્રેડને તમે ઓવનમાં શેકીને તેને મઘ કે જામ સાથે ખાઈ શકો છો.

તમારા ફ્રિજમાં પાકેલા ફળો પડ્યા છે તો તમે તેની જેલ કે જેલી બનાવી શકો છો. આ સાથે તમે તેમાંથી કોઈ સારુ ડ્રિંક પણ બનાવી શકો છો.

ઘણી બધી શાકભાજી બજારમાંથી લાવ્યા છો અને થોડી બચી ગઈ છે તો તેને ફેંકશો નહી. તેને સુકવીને તેનું અથાણુ બનાવી લો. નહિં તો આ શાકભાજીને ફ્રાઈ કરીને એને ફ્રિઝમાં મુકી દો.

ખાટા દૂધમાંથી તમે પનીર બનાવી શકો છો. દૂધમાં થોડો સોડા કે લીંબૂ નાખો અને ધીમા તાપ પર દૂધને ગરમ કરી લો. જ્યારે દૂધ ફાટી જાય તો તેનું બધુ પાણી ગાળી લો… તો તૈયાર છે પનીર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.