Abtak Media Google News

ભારતમાં મોટી સંખ્યામાં શાકાહારી તથા માંસાહારી બન્નેનું સેવન કરતાં લોકો વસે છે. આ બન્ને અલગ ચિન્હો દ્વારા જુદા કરી શકાય છે. આથી ખાદ્ય ચીજોમાં કોઈ માંસાહારી પદાર્થ શામેલ છે કે નહીં તે નિર્દેશ કરવા માટે તમામ ખાદ્ય ઉત્પાદકો માટે ફરજિયાત છે.

માંસાહારી એટલે શું ? 

માંસાહારીનો અર્થ એ છે કે ખોરાક જેમાં પક્ષીઓ,  દરિયાઇ પ્રાણીઓ  કોઈપણ પ્રાણીના મૂળના ઉત્પાદનો સહિતના કોઈપણ પ્રાણીનો સંપૂર્ણ અથવા ભાગ શામેલ હોય તેવા. 

શાકાહારી એટલે શું ?

શાકાહારીનો  અર્થ એ છે કે જે  ખોરાક જેમાં ફળ શાકભાજી અનાજ તથા ઈંડાનું સેવન કરતાં હોય અને કોઈ પ્રાણીનું માસનું સેવન કરતાં ના હોય તેવા.  

જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ ખાધ પદાર્થ ખરીદે છે ત્યારે તે શાકાહારી  તથા મસાહારી ચિન્હ વળે વસ્તુને જુદી કરી શકે છે.  આ વસ્તુની  કામગિરી ભારતમા ખાદ્ય સુરક્ષા અને ધોરણો દ્વારા કરવામાં આવે છે. ભારતમા ૨૦૦૧ થી આ કાયદો અમલીકરણ કરવામાં આવ્યો હતો તથા તે ત્યારથી અનિવાર્ય બનાવાયો હતું. 

ફૂડ સેફટીના ધોરણ ?

આ પ્રતીક ફૂડ સેફ્ટી અને ધોરણો (પેકેજિંગ અને લેબલિંગ) 2006 ના અધિનિયમ બાદ અમલમાં છે,
અને સંબંધિત નિયમો (ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ અને લેબલિંગ) ના નિયમન ૨૦૧૧ માં ઘડાયા પછી
ફરજિયાત દરજ્જો મળ્યો.

શાકાહારી ખાદ્યપદાર્થોનું પેકેજ પ્રોડકટ વેજિટેરિયન ફૂડ છે તે દર્શાવવા માટે નીચે આપેલા પ્રતીક અને રંગ કોડનો સમાવેશ કરશે.જેનો ચોરસ અંદરના લઘુત્તમ કદ કરતા ઓછો ન હોય તેવા સ્પષ્ટ વ્યાસવાળા,
ચોક્કસ કદ ધરાવતા લીલા રંગની રૂપરેખા હોય.

જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ ખાધ પદાર્થ ખરીદે છે ત્યારે તે પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સને શાકાહારી અને માંસાહારી વચ્ચેનો તફાવત જોવા માટે ફરજિયાત માર્ક સાથે લેબલ લગાવેલું હોવાથી બન્ને અલગ કરી શકે છે.

veg

કાયદા અનુસાર, શાકાહારી ખોરાકને લીલા પ્રતીક દ્વારા દર્શવામાં આવે છે. 

non veg

   કાયદા અનુસાર, ભૂરા પ્રતીકવાળા માંસાહારી ખોરાક દ્વારા દર્શવામાં આવે છે.

આથી દરેક વ્યક્તિએ કોઈ પણ ખાધ પદાર્થની સામગ્રી ખરીદતા પેહલા હમેશા તે આ ચિન્હ જોઈ તેની તપસ કરી અને વસ્તુ લેવી જોઇયે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.