Abtak Media Google News

ભારતમાં કોરોનાવાયરસના વધતા જતા કેસને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર દરેક રીતે એકબીજાને મદદ કરી રહ્યા છે. આવી જ એક સહાય તે લોકો માટે છે, જે કોવિડ દર્દીઓને વિના મૂલ્યે અથવા ખૂબ ઓછી કિંમતે ખોરાક પહોંચાડે છે. આવી સહાય આપતા લોકો દેશના દરેક શહેરમાં હાજર છે.

એવા ઘણાં ઘરો છે જ્યાં કોવિડ દર્દીની દેખરેખ હેઠળ રસોઇ કરી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે, શેફ સારાંશ ગોઇલાએ covidmealsforindia.com નામની વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ પર તમે હોમ શેફ અથવા ટિફિન સર્વિસ વિશેની માહિતી મેળવી શકો છો, જે તમારા શહેરના કોવિડ દર્દીઓ માટે ઘરેલું ભોજન પહોંચાડે છે. અહીંથી તમે તેમનો સંપર્ક વ્હોટ્સએપ પર પણ કરી શકો છો. Faster નામની સેવાએ આ પોર્ટલ બનાવવામાં મદદ કરી છે.

આ સમયે, covidmealsforindia.com 40થી વધુ શહેરોમાં ફૂડ ડિલીવરી સેવા આપી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ પોર્ટલ પર 900થી વધુ ફૂડ પ્રોવાઇડર્સ છે. જો કોઈપણ ટિફિન સેવા અથવા રસોઇયા તેનો ભાગ બનવા માંગે છે, તો તેઓ પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે. ભોજનની કિંમત કેટલી છે તેના માટે તમારે જે કોઈ સેવા આપે છે તેની સાથે વાત કરવી પડશે.

Covid Meals for Indiaનો ઉપીયોગ કેવી રીતે કરી શકો

તમે વેબસાઇટ ખોલશો, તમારી સામે બે બોક્સ આવશે. પ્રથમમાં તમારે તમારું રાજ્ય પસંદ કરવું પડશે અને પછી બીજા બોક્સમાં તમારા શહેરનું નામ લખવાનું રહશે. આ પછી નીચે આપેલા ફૂડવાળા બટનને ક્લિક કરો.

Find Food
તમને તમારા શહેરમાં જે લોકો આ સેવા આપે છે તેનું લિસ્ટ સામે આવશે. આમાં તેમના નામની સાથે, તેમનો મોબાઇલ નંબર, કયા દિવસે અને કેટલા સમય સુધી આ સેવા આપે છે જેવી બધી બાબતો વિશે માહિતી મળશે. સામે એક WhatsApp બટન પણ છે, તેના પર ક્લિક કરવાથી તમારા ફોનમાં WhatsApp ચેટ ખુલશે અને તમે અહીંથી તમારું ભોજન બુક કરાવી શકો છો.

Gujrat
તમે જેવા WhatsAppની ચેટમાં જશો એટલે પહેલા એક સંદેશ લખેલો હશે,“Hey, I found your service on covidmealsforindia.com and I’m looking to order.” મતલબ કે ‘મને તમારી સેવા વિશે ‘covidmealsforindia.com’ પરથી ખબર પડી અને મારે આ ભોજન મંગાવવું છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.