સમગ્ર મહારાષ્ટ કોરોનાના ભરડામાં પણ આ જિલ્લો વાયરસને મ્હાત આપવામાં અગ્રેસર: ઝૂંપડીમાં રહીને ભણેલા ‘કલેકટર ડો.રાજેન્દ્ર’એ કરી કઈક આવી કામગીરી

0
227

કોરોના દૈનિક નવા કેસના વિસ્ફોટમાં ફસાયેલા નંદુબારને
જિલ્લા કલેકટરની કુનેહે ઉગારી લીધું 

કોરોના સંક્રમણની આંધી જેવી પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં બીજા વાયરામાં વધી રહેલા દૈનિક કેસને કાબુમાં કરવાનું આરોગ્ય વિભાગ માટે પડકારરૂપ બની ગયું છે ત્યારે નંદુબારના જિલ્લા કલેક્ટરે 75 ટકાથી વધુ પ્રમાણમાં વધેલા દૈનિક કેસના ભરડામાંથી શહેરને આબાદ ઉગારી લે વહીવટી અને અને આયોજનની એક મિસાલ ઊભી કરી છે.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની 16 લાખની વસ્તી અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે પરંતુ આ જિલ્લો અત્યારે કોરોના સામેની લડતમાં નવા અંદાજના સાથે કામ કરવાથી અલગ તરી આવ્યું છે સમગ્ર દેશમાં ગોઠવાયેલ આરોગ્યતંત્રથી અલગ રીતે નંદુરબારમાં કોરોના કેસને કાબુમાં લેવા માટેની કામગીરી થઈ રહી છે.

સમગ્ર દેશમાં અત્યારે કોરોના નવા કેસ હાહાકાર મચાવી રહ્યા છે. હોસ્પિટલોમાં ખાટલા અને ખાટલા પર ઓક્સિજનના બાટલા ખુટી રહ્યાં છે વેન્ટિલેટર વાળા ખાટલા માટે વેઇટિંગમાં પ્રતીક્ષાની યાદી લાંબી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ભારે અંધાધૂધીનુ વાતાવરણ છે ત્યારે નંદુરબારમાં પરિસ્થિતિ કંઈ અલગ છે, જિલ્લાની સરકારી હોસ્પિટલમાં અત્યારે કોરોનાના તમામ દર્દીઓને દાખલ અને સારવાર ચાલુ હોવા છતાં 150થી વધુ ખાટલાઓ ખાલી છે અને બેબી ઓક્સિજન પ્લાન્ટ દર મિનિટે ચોવીસો લિટર પ્રાણવાયુનું પ્રતિ મિનિટે ઉત્પાદન ચાલુ છે અત્યારે નંદુબારમાં ઓક્સિજનની કોઈ ખોટ નથી બીજી તરફ મહારાષ્ટ્રના પડોશના રાજ્યો મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી લોકો પોતાના સ્વજનોને નંદુબારમાં દાખલ કરાવે છે છતાં ત્યાં કોઈ ભીડ થતી નથી અને સમગ્ર વ્યવસ્થા યોગ્ય રીતે ચાલી રહી છે અને દર્દીઓની રિકવરીનો દર પણ 30 ટકાથી ઉપર રહેલો છે.

પિતાની છત્રછાયા વગર ઝૂંપડીમાં રહીને સરકારી શાળામાં ભણેલા ‘કલેકટર ડો.રાજેન્દ્ર’ કોરોના કટોકટીમાં આયોજનબદ્ધ કામગીરી માટે સમગ્ર દેશ માટે બન્યા પ્રેરણાની મિસાલ 

નંદુબારમાં દૈનિક એક્ટિવ કેસમાં 1800માંથી ઘટાડો થઈને 300 સુધી પહોંચ્યું છે નંદુરબાર જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્ર વરુણ અને તેમની ટીમ દ્વારા વહીવટીતંત્ર અને સ્ટાફ તબીબો આરોગ્ય કર્મચારીની મહેનતને આ પરિસ્થિતિનો જસ આપે છે નંદુરબાર જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રે જિલ્લાની દૈનિક કેસની સંખ્યા પર અભૂતપૂર્વ રીતે કાબુ મેળવી લીધો છે છતાં કલેકટર રાજેન્દ્ર અને તેમની ટીમ હજુ સંતોષ માનીને નીચે બેસી નથી ગઈ નંદુબારમાં દૈનિક કેસની સંખ્યા શૂન્યત: લઈ જવાની કામગીરીનુ લક્ષ્ય રાખવામાં આવ્યું છે ભારતમાં પણ અમેરિકા અને બ્રાઝિલની જેમ નવા કેસોની સંખ્યામાં કાપ મુકવા માટે ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે નંદુબારમાં સપ્ટેમ્બર 2020માં પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ ઉભુ કરવામાં આવ્યું હતું અને આ પ્લાન્ટમાં દર મિનિટે છ લીટર પ્રાણવાયુનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં દૈનિક 190 કેશો નોંધાતા હતા ત્યારે આ પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એપ્રિલ મહિનામાં દૈનિક કેસોની સંખ્યાનો આંકડો 200 સુધી પહોંચ્યો હતો ત્યારે વહીવટી તંત્રે બીજું ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું અને 3000 લિટર પ્રતિ મિનિટનું પ્રાણવાયુનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જિલ્લા કલેકટર ડોક્ટર રાજેન્દ્ર તે પોતે પણ એમબીબીએસ ડોક્ટર છે તેમણે જણાવ્યું હતું કે, ભારત સૌથી ચડિયાતું હોવું જોઈએ ડો.રાજેન્દ્રએ પ્રાણવાયુના ઉત્પાદનની પોતાની મહેનતથી બીજા તબક્કાના કોરોના વાયરસના વાયરાને નાથવામાં સફળતા મળી છે.

કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવા માટે પૈસા મહત્વના હોય છે સુરત આરોગ્ય વ્યવસ્થામા એમ્બ્યુલન્સ વેન્ટિલેટર દર્દીઓની પથારી ઓક્સિજન પ્લાન્ટ રસી દવાઓ આરોગ્ય કર્મચારીઓ સુંદર અને ગોઠવવા જોઈએ ડો.રાજેન્દ્ર દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ-અલગ બ્લોક ઊભા કરીને તેનું કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યું છે જેના જિલ્લા આયોજન અને વિકાસ માટેની ગ્રાન્ટ અને રાજ્યના આપાતકાલીન રાહત ફંડ અને વિવિધ પ્રકારની સરકારી યોજનામાંથી મળતા ભંડોળમાંથી આરોગ્ય તંત્ર અને સુદૃઢ બનાવવામાં આવ્યું હતું.

ડો.રાજેન્દ્ર જણાવે છે કે, અમારા કોઈપણ આરોગ્ય કર્મચારી કે ડોક્ટરને જરા પણ દબાણમાં કામ ન કરવું પડે તે માટે અમે તેમને તમામ જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે. અમે 85 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ગોઠવી છે તેનાથી કોઈપણ તબક્કે કોઈપણ જરૂરિયાતવાળી પરિસ્થિતિમાં અમારા ઓક્સિજન પ્લાનમાંથી જરૂરી પ્રાણવાયુ દર્દી સુધી પહોંચી જાય પ્રાણવાયુનું પરિવહન કરતી ઓક્સિજન નળીઓથી લઈને સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંય પણ ચૂંક ના આવે અને કટોકટીભરી સ્થિતિમાં કોઈપણ પડકારરૂપ કામગીરી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અત્યારે દર્દીઓ 90%ની જગ્યાએ 30 ટકા ઓક્સિજન વાપરી રહ્યા છે કોઈ પણ દર્દીને ઓક્સિજનની અછત ઉભી થાય તો, તાત્કાલિક તેને ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે ઓક્સિજનની અછત ન થાય અને દર્દીના મગજને કિડની પર અસર થતી હોય છે લેવલનું નિયમન કરવામાં અને સમગ્ર વ્યવસ્થા ઉપર તંત્ર પૂરેપૂરું ધ્યાન આપતો હોવાનું ડો.રાજેન્દ્ર જણાવ્યું હતું.

નંદુરબાર જિલ્લા વહીવટીતંત્રએ સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો ઉપરાંત શાળા અને કોમ્યુનિટી હોલમાં પણ કોવિડ સેન્ટરો ઉભા કરી દીધા છે અને વધારાના 7000 જેટલા ઓક્સિજન સિલિન્ડર સહિતના બેટ અને 100 જેટલા બેટ ઇસ્યુ વેન્ટિલેટર, ઓક્સિજન  સાથે વધારાના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. 27 એમ્બ્યુલન્સની ખરીદીની સાથે સાથે દવાના પરિવહન અને મૃતદેહ માટે ખાસ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. વહીવટીતંત્રે 50 લાખ રૂપિયાના ઇન્જેક્શનો અગાઉ જ ખરીદીને રાખ્યા હતા.

વહીવટી તંત્ર દ્વારા એક વેબસાઈટ અને કંટ્રોલ રૂમની સાથે સાથે ઓનલાઈન  હેલ્પલાઈન અને પેનિક ઈર્ન્ફોમેશનથી નાગરિકોને કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નંદુરબાર જિલ્લા વહીવટી તંત્રે પ્રથમ વાયરામાં અત્યારની પરિસ્થિતીની તૈયારી કરી લીધી હતી આરોગ્ય કર્મચારીઓથી લઈને ડોક્ટરોની વ્યવસ્થા કરી લીધી હતી.

આ વિસ્તારમાં મેડિકલ કોલેજ ન હોવાથી જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્ર દ્વારા સ્થાનિક ધોરણે નિષ્ણાત તબીબોને અગાઉથી જ સંપર્કમાં લઈને કોરોના કટોકટી અંગે આરોગ્ય કર્મચારીઓ ને તાલીમ અને રસીકરણ ઝુંબેશ વેગવાન બનાવી દીધી હતી જિલ્લામાં ત્રણ લાખથી વધુ લોકોને રસથી સુરક્ષિત કરી લેવામાં આવ્યા  હતા. રસીકરણ અંગે સમાજમાં ફેલાયેલી ગેરસમજણને દૂર કરીને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકોને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં શિક્ષકો સરપંચ અને પંચાયતના સભ્યો અને ચૂંટાયેલા નગરસેવકોને રસીકરણના અભિયાનમાં જોડી દેવામાં આવ્યા હતા. હેલ્થ વર્કર અને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને સ્વાયત રીતે રસીકરણમાં આવરી લેવામાં આવ્યા હતા. નંદુરબારના ભગવાન બની રહેલા આઈએએસ અધિકારી ડો.રાજેન્દ્રનું વ્યક્તિગત જીવન પણ દરેક માટે પ્રેરણા બને તેવું છે ડો.રાજેન્દ્ર નંદુરબાર જિલ્લાના સમુડા તાલુકામાં પિતાની છત્રછાયા વગર માતાના હાથે ઉછર્યા હતા તે ઝૂંપડીમાં મોટા થઈને સરકારી શાળામાં ભણ્યા હતા અને પોતાનું કામ અને લક્ષ્ય પૂરું કરવા માટે આયોજન અને સતત ધગશથી કામ કરવાનું સુત્ર આજે જીવનમાં ખૂબ જ કામ આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here