Abtak Media Google News

રોજિંદા જીવનમાં ઘરની અનેક એવી વાતો હોય છે.જેનો ખ્યાલ રાખવામાં આવે તો દરેક સ્ત્રીને પોતાનું  ઘરલગતું કામ કરવું સરળ બનાવું જ હોય છે. ત્યારે અનેક એવી ઘર લગતી બાબતો હોય જેનો ક્યારેક નિવારણ લાવવું અઘરું પડે છે. તો આજે એક સમસ્યા રસોડાને લગતી વાત વિશે આવો જાણીએ.

તો દરેકના ઘરમાં દરરોજ કે અઠવાડિયે શાકભાજી કે ઘર લગતી અનેક સામગ્રી લાવતા હોય છે. ત્યારે દરેક વસ્તુ બહાર રહેતી નથી હોતી ને તેને ફ્રિજમાં રાખતા હોય છીએ. ત્યારે ઘણી વાર ફ્રિજમાંથી અમુક વસ્તુ બહાર કાઢતાં કે મુક્તા વાસ આવતી હોય છે. તો આજે આ ટીપ તમારી ઘર લગતી સમસ્યા માટે બનશે ખૂબ ઉપયોગી. જે એકદમ સરળ અને ખૂબ સસ્તુ ઘરગથું ઉપાય છે.

તો આ ફ્રિજની દુર્ગંધ દૂર કરવા માટે સૌપ્રથમ દરેકના ઘરમાં ખાવાનો સોડા ઉપયોગમાં લેવાતા હોય છે. ત્યારે તેને નાના વાટકામાં ૫ ચમચી જેટલો ખાવાનો સોડા લઈ તેમાં ત્યારબાદ તેમાં ઘરમાં રહેલું કોઈ પણ પ્રકારનું તેલ તેમાં ઉમેરી તેને ભેળવો. જો ઘરમાં નારંગી કે કોઈ પણ સુગંધી તેલ હોય તેમાં ઉમેરો. તેને સરખી રીતે હલાવી અને તેને ફ્રિજમાં મૂકો આથી તેમાથી આવતી દુર્ગંધ થશે દૂર.આ એકદમ સરળ ઉપાય અવશ્ય અપનાવો કારણ તે આપશે તમારા ફ્રિજમાથી આવતી દુર્ગંધને દૂર અને બનાવશે તમારા ફ્રિજમાં અનેક વસ્તુ હોવા છતાં પણ સુગંધિત.

7537D2F3 11

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.