Abtak Media Google News

ઉમિયા યુવા ચેરી. ટ્રસ્ટ તથા ઉમિયાજી યાત્રા સંઘ દ્વારા ‘સાયકલ યાત્રા’નું અદકે‚ આયોજન; યાત્રિકોનો

ઉત્સાહ વધારવા અને વિદાય આપવા સમાજની દરેક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આગામી તા.૧૮ થી ૨૨ ડીસે., ૨૦૧૯ દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય દિવ્ય અને ઐતિહાસીક આયોજન થયેલ છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવા આ યજ્ઞની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. યજ્ઞ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાથી જ શ્રધ્ધાળુઓ દર્શન કરવા અને આયોજનની તૈયારીઓ જોવા માટે ઉમટી રહ્યા છે. આ ઐતિહાસીક યજ્ઞના દર્શન માટે માઈ ભકતોમાં શ્રધ્ધાના ઘોડાપુર દેખાઈ રહ્યા છે.

Advertisement

રાજકોટ અને સૌરાષ્ટ્રની જાણીતી સામાજીક સંસ્થા ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમિયાજી યાત્રા સંઘ સાયકલ યાત્રાનું અને આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ દલસાણીયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧૧૮ સાયકલ યાત્રીઓ જોડાઈ ચૂકયા છે. ૩૧૫ કિ.મી. સુધીની સાયકલ યાત્રા કરીને માતાજીના યજ્ઞના દર્શન કરી ભકિતનું ભાથુ બાંધવાનો અનેરો થનગનાટ આ સાયકલ યાત્રીકોમાં જોવા મળી રહ્યો છે. રસ્તામાં બે જગ્યાએ રાત્રી રોકાણ પણ કરશે ઠેર ઠેર સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.

7537D2F3 11

આ ૧૧૮ સાયકલયાત્રીઓના પ્રસ્થાનનો કાર્યક્રમ તા.૧૫.૧૨.૧૯ને રવિવારે સવારે છ વાગ્યે શ્રી કોલોની શેરી નં. ૨, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ સામે, પશુપતિનાથ મહાદેવ મંદિરના પરિસરમાંથી રાખવામાં આવેલ છે.યાત્રિકોના ઉત્સાહમાં વધારો કરવા અને ભકિતસભર વિદાય આપવા માટે સમાજની દરેક સંસ્થાઓનાં આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, અરવિંદભાઈ કણસાગરા, મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, નંદલાલભાઈ માંડવીયા, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ વડાલીયા, અરવિંદભાઈ પાણ, રાજનભાઈ વડાલીયા, પ્રફુલભાઈ હદવાણી, બીપીનભાઈ હદવાણી, જેરામભાઈ વાંસજાળીયા, ધી‚ભાઈ ડઢાણીયા, નાથાભાઈ કાલરીયા, મુળજીભાઈ ભીમાણી, અમીતભાઈ ભાણવડીયા, કેતનભાઈ ધુલેશીયા, ગૌતમભાઈ ધમસાણીયા, વસંતભાઈ ભાલોડીયા, મનુભાઈ જલગંગા, કિશોરભાઈ ખાંટ, અર્જુનભાઈ કણસાગરા, પુનિતભાઈ ચોવટીયા, ભરતભાઈ ડઢાણીયા, જયેશભાઈ અમૃતીયા, શૈલેષભાઈ ગોવાણી, પ્રવિણભાઈ ગરાળા, રમણભાઈ વરમોરા, માધવજીભાઈ નાદપરા, રજનીભાઈ પટેલ, રાજેશ ભાલોડીયા, જીવણભાઈ ગોવાણી, અશોક વૈશ્ર્નાણી, મહેન્દ્રભાઈ ફળદુ, વિમલ લાલાણી, સિધ્ધાર્ત ફળદુ, તેમજ સમાજના દરેક દાતાઓ ને સહપરિવાર સાથે પધારવા અનુરોધ કરાયો છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ અશોકભાઈ દલસાણીયાનાં વિશેષ માર્ગદર્શનમાં ઉપપ્રમુખ હરેશભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા, ટ્રસ્ટીઓ મહેશભાઈ ભુવા, મનસુખભાઈ ભાલોડીયા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા સહિતનાં અનેરા તરવરાટ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.