Abtak Media Google News

માણાવદરના ખેડૂત મહેશભાઈ દેકી વાડીયાએ ટંકારાથી સો રૂપિયા કિલો ભાવે કાળા ઘઉં બિયારણ લાવી વાવેતર કર્યું હતું પોતાની બે વિઘા જમીનમાં વાવેતર કર્યું હતું સામાન્ય રીતે જે સૌરાષ્ટ્રમાં ઘઉં ઉત્પાદન થાય છે તેના કરતાં પંદર દિવસ મોડા અને બીજા ઘઉંને પાણી આપવામાં આવે તેથી વધુ બે વખત પાણી આપવાનું હોય છે તેના કારણે કાળા ઘઉં ઉત્પાદન વધ્યું હતું સફળ વાવેતર થતાં બે વીઘામાં ઉતારો 40થી 50 મણ જોવા મળતા અને કાળા રંગના ઘંઉ ખાવામાં લિજ્જતદાર , સ્વાદિષ્ટ ભૂરા રંગની રોટલી થાતા ખેડૂતોના પરિવારે ઉત્પાદનને આવકાર્યું હતું શિવ લેહરી ફાર્મ વાળા ખેડૂત મહેશભાઈ દેકીવાડીયાએ જણાવ્યું હતું કે કાળા ઘઉં ની ખાસિયત એ છે કે છોડ ઊગે ત્યારે કાળો હોય છે અને પાકે ત્યારે ડુંડી સહિતના કાળા રંગો દેખાય છે પરંતુ રોટલી સફેદ ભૂરા રંગની થતી હોય છે સામાન્ય ઘઉં  કરતા વધુ પોષકના કારણે  હૃદયરોગ, બ્લડપ્રેસર (બીપી ) કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, કુપોષણ અને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે કાળા ઘઉંની રોટલી ખાવાથી સમસ્યા હલ થાય છે ફાયદારૂપ સાબિત થઈ શકે છે માણાવદરના ખેડૂત મહેશભાઈ દેકીવાડીયાએ  જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી કાળા ધંઉ વિશે માહિતી મળી હતી ત્યારબાદ તેમણે ટંકારા ગામમાંથી આ વિશિષ્ટ જાતિના ઘઉં ના બીજ મેળવ્યા હતા મહેશભાઈ દેકીવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે એક વીઘામાં 40 થી 50 મણની ઉપજ થાય છે તે પ્રતિમણ 800થી 900 રૂપિયાના દરે વેચાય તેવી સંભાવના છે તેનું ઉત્પાદન પણ સામાન્ય ધંઉ જેવું છે તેમ મહેશભાઈ દેકીવાડીયાએ જણાવ્યું હતું

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.