Abtak Media Google News

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયેલી એક મહિલાના પર્સમાંથી ,રૂપિયા એક લાખની કિંમતના સોનાના ચેન ની ચીલ ઝડપ કરી જનાર મહિલાને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે, ચાંદીબજાર માં સોનુ વેચવા આવેલી મહિલાની પોલીસે અટકાયત કરી લઇ સોનાનો ચેન કબજે કર્યો છે.

ચાંદી બજાર વિસ્તારમાં સોનાનો ચેન વેચવા જતા પોલીસે દબોચી સોનાનો ચેન કબ્જે કયો

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ રાજનગર સોસાયટીમાં રહેતી કુસુમબેન વિરેન્દ્ર ભાઈ જાની નામની મહિલા 21 જાન્યુઆરીના બપોરના સમયે જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં માલ સામાનની ખરીદી અર્થે આવ્યા હતા, જે દરમિયાન તેઓના પર્સમાંથી રૂપિયા એક લાખની કિંમતના સોનાના ચેનની કોઈ તસ્કર ચોરી કરી ગયું હતું.

જે મામલે સિટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે રહેતી હંસાબેન ,રમેશભાઈ પરમાર નામની  મહિલા, કે જે સોનાના ચેન ની ચોરી કરી લીધા પછી ચાંદી બજાર વિસ્તારમાં ચેન વેચવા માટે આવતાં સીટી એ. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે, અને તેના કબજા માંથી રૂપિયા એક લાખની કિંમતનો સોનાનો ચેન કબજે કરી લીધો છે. બર્ધન ચોક વિસ્તારમાં ગીરદીનો લાભ લઈ તેણીએ  ચેન પર્સમાંથી સેરવી લીધાની કબુલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.