Abtak Media Google News

અહમદે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી અને બોલર વહાબ

રિયાઝના 6 બોલ પર 6 સિક્સ લગાવવાની કમાલ કરી દેખાડી

પાકિસ્તાની ખેલાડી ઈફ્તિખાર અહમદે ટી20 ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી છે. પાકિસ્તાનમાં રમાયેલી એક પ્રદર્શની મેચમાં ઇફ્તિખાર અહમદે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી અને બોલર વહાબ રિયાઝના 6 બોલ પર 6 સિક્સ લગાવવાની કમાલ કરી દેખાડી છે.

ક્રિકેટ જગતમાં ગેરી સોબર્સ (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં),રવિ શાસ્ત્રી (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં),હર્ષલ ગિબ્સ (વન-ડેમાં), યુવરાજ સિંહ (ટી20 ઇન્ટરનેશનલમાં), જોર્ડન ક્લાર્ક (2ક્ષમ ડઈં મેચમાં),કાયરન પોલાર્ડ (ટી20 ઇન્ટરનેશનલ મેચમાં),મિસબાહ ઉલ હક (હોંગકોંગ ટી 20),હજારતુલ્લાહ જાજઈ (ટી20),થિસારા પરેરા (લિસ્ટ એ ક્રિકેટ),રવીન્દ્ર જાડેજા (ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટી20 ટૂર્નામેન્ટ),જસકરન મલ્હોત્રા (વન-ડેમાં),લિયો કર્ટર, એલેક્સ હેલ્સ (નેટવેસ્ટ ઝ20 બ્લાસ્ટ), ઈફ્તિખાર અહમદ પ્રદર્શની મેચમા છ સિક્સ ફટકારનાર 10મો બેટ્સમેન બની ગયો છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમના સાથી ખેલાડી ઇફ્તિખાર અહમદે તેની વિરુદ્ધ આક્રમક અંદાજ અપનાવ્યો અને 6 બોલમાં 6 સિક્સ લગાવીને ક્રિકેટ ફેન્સને ઝૂમવા માટે મજબૂર કરી દીધા. ભલે તે એક પ્રદર્શની મેચ હતી, પરંતુ ઈફ્તિખાર અહમદ દ્વારા લગાવવામાં આવેલા 6 સિક્સે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.