Abtak Media Google News

જે લોકોને ડાયાબિટીઝ હોય તેમને જમવામાં ખૂબ જ નિયંત્રણ રાખવું પડતું હોય છે. તેઓ દરેક પ્રકારના ડ્રિન્ક પી શકતા નથી માટે જ આજે હું ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે પ્રોટીનથી ભરપૂર ચિલ્ડ અને સુપર હેલ્ધી ટેસ્ટી મિલ્ક શેક લાવી છું જે સવારના નાસ્તા તરીકે ઉત્તમ છે. જે ફટાફટ બની જશે.

ઓટ મિલ્કશેક

સામગ્રી

– ૨ ટે સ્પુન ઓટ્સ

– ૩ ખજુર

– ૩-૪ પલાળેલી બદામ

– ૩-૪ કપ દૂધ

રીત :

હવે ઓટ્સ મીલ્કશેખ બનાવવામાં કશી મહેનત કે લાંબી રેસીપી નથી. તેના માટે તમારે ઓટ્સને ૧ થી ૨ કપ પાણીમાં રાંધવાના છે. બાદમાં તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો. હવે એક જ્યુસરમાં બદામ, ખજૂર, ૧/૪ કપ દૂધ નાખી જ્યુસ તૈયાર કરો. હવે તેમાં ઓટ્સ અને બાકીનું દૂધ ઉમેરી મિલ્કશેક તૈયાર કરો. જેને ચિલ્ડ કરીને તમે પી શકો છો. તમારા સગાં સંબંધીઓને પણ આ રેસીપી શેર કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.