Abtak Media Google News
  • માવો- 1 કપ
  • ખાંડ- 1 કપ
  • પનીર- 1/2 કપ
  • મિલ્ક પાઉડર- 2 ટેબલસ્પૂન
  • પિસ્તાનો ભૂકો- 1 ટેબલસ્પૂન
  • ચારોળીનો ભૂકો- 1 ટેબલસ્પૂન
  • ઇલાયચીનો ભૂકો- 1/2 ટેબલસ્પૂન
  • ઘી, ઇલાયચીનાં દાણા

સૌ પ્રથમ તમે એક વાસણ લો અને દૂધને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. દૂધ બરાબર ઊકળે એટલે ધીમે-ધીમે તેમાં લીંબુનો રસ નાંખો. હવે ગેસ પરથી  ઉતારી લો અને તેને બરાબર હલાવ્યા રાખો. જ્યારે દૂધ બરાબર ફાટી જાય એટલે તેને એક કપડામાં બાંધી રાખવું. પછી તેની ઉપર વજન મૂકવું ને બધું જ પાણી કાઢી નાંખવું. આવી જ રીતે પનીર બનાવી, વાટી નાંખવું.હવે એક વાસણ લો. જેમાં એક ચમચી ઘી નાંખો. તે ગરમ થાય એટલે તેમાં થોડા ઇલાયચીનાં દાણા નાંખો, ત્યાર બાદ તેમાં માવો, પનીર અને ખાંડ એમ બધું જ મિક્ષ કરી નાંખવું. પછી જ્યાં સુધી ખાંડ ઓગળે અને તે મિક્ષ થઈ જાય એટલે તેને ઉતારી લો. હવે તેમાં મિલ્ક પાઉડર, બદામ-પિસ્તા-ચારોળીનો ભૂકો તેમજ ઇલાયચીનો ભૂકો નાંખો. હવે એક થાળી લો. ને તેમાં ઘી લગાડી, બરફીને ઠારવા મૂકવી. બરફી જ્યારે બરાબર ઠરી જાય એટલે તેનાં સરસ ચોરસ કટકા કરી નાંખવા. તો લો હવે તમારી આ ડ્રાયફ્રુટ બરફી થઇ ગઇ તૈયાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.