Abtak Media Google News

સામાન્ય રીતે જ્યારે પણ મોમોઝનું નામ સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર એ જ આવે છે કે તે ચીનની વાનગી છે પરંતુ હકીકતમાં એવું નથી. તો આવી અહી જાણીએ કે ક્ખરેખર મોમોઝની અસલી કહાની છે શું…???

મોમોઝને લોકો એટલા પસંદ કર્યા છે કે તે સ્ટ્રીટ ફૂડની સાથે સાથે મોટા મોટા પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં પણ મળવા લાગ્યા છે. મોમો એટલે વરાળમાં બનાવેલી વાનગી. જે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

મોમોઝ એ મૂળ તિબેટ અને નેપાળની વાનગી છે. પરંતુ નોર્થ ઈસ્ટમાં શિલોંગ એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધુ સ્વાદિસ્ટ મોમોઝ મળે છે જેના કારણે એવી માન્યતા પ્રસરી છે કે મોમોઝ ત્યની જ વાનગી છે પરંતુ હકીકતમાં એવું નથી. ખરેખર તો ચીનથી આવેલી એક પ્રજાતિના સમુદાય દ્વારા શિલોંગમાં રહેઠાણની શરૂઆત કરાઇ હતી અને ત્યારથી જ તે સમુદાય દ્વારા ચાઇનીઝ ફૂડની શરૂઆત કરાઇ હતી. મોમો એક ચાઇનીઝ શબ્દ છે જેનો અર્થ વરાળમાં પકાવેલી રોટલી એવો થાય છે.

આ ઉપરાંત તિબેટની સરહદ સાથે જોડાયેલા અરુણાચલ પ્રદેશના મોનપા અને શેરદુક્પેન નામના સમુદાયો મોમોઝને પોતાના આહારનો એક મહત્વનો ભાગ મને છે. જેમાં તેઓ પોર્ક,સરસાવના પણ અને અન્ય લીલા શાકભાજીઓનો મસાલો ભરે છે.

સિક્કિમમાં મોમોઝણું ચલણ ભૂતિયા, લેપચા અને નેપાળી સમુદાયો દ્વારા આવ્યું છે. 1960ના દસકા દરમિયાન ખૂબ મોટા પ્રમાણમા તિબેટીયન તેના દેશથી પલાયન કરી સિક્કિમ,મેઘાલય,દરજીલિંગ અને કલિંપોંગના પહાળી વિસ્તારોમાં વસ્યા હતા. સિક્કિમમાં બિફ અને પોર્કનું ફિલિંગ કરવું એ પરંપરા છે. જ્યારે ત્યના લોકો ચીઝ, ચિકન અને વેજ મોમોઝ આરોગવાનુ વધુ પસંદ કારે છે.

તિબેટમાં બે પ્રકારના મોમોઝ મળે છે એક બાફેલા અને બીજા તળેલા. ટામેટાં,આદું,લસણ અને સૂકા લાલ મરચાંને તેલમાં ટાળી તેની પેસ્ટ બનાવે છે અને તે પેસ્ટમાં મોમોઝ ફ્રાય કરીને તેની લિજ્જત મને છે. અને આ સ્વાદ ભારતીયોને પણ ખૂબ ભવ્યો છે.

તો આ છે સ્વાદિસ્ટ મોમોઝની લાંબી સફર જે તેના સ્વાદથી સૌ કોઈને લાલચવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.