Abtak Media Google News

છૂટાછવાયા થોડા ઘર જામનગરના શ્રીવિભોરસિંહ જાડેજા અને રાજુસંદી નામના બે વ્યક્તિએ અહીંયા એક નગરની કલ્પના કરી અને આજના એક વિકસીત નગરનો પાયો નખાયોએ નગર એટલે રાજુસંદીના નામ પરથી નામકરણ થયું રાજકોટ બદલાતા સમય સાથે બદલાયું રાજકોટ જુનાગઢના નવાબના ફોજદાર માસૂમખાનના નામ પરથી માસૂમાબાદ તરીકે પણ ઓળખાયું રાજકોટ લગભગ ૮ ફીટ પહોળો અને ૫ કિ.મી. લાંબો કિલ્લો એની ફરતે બંધાયો અને એના અવશેષ આજે પણ રામનાથ પરા વિસ્તારમાં જોઇ શકાય છે આ કિલ્લાને કોઠારીયાનાકા, બેડીનાકા, રૈયાનાકા, નવાનાકા જેવા લોખંડના ખીલ્લા જડીત આઠ દરવાજા હતા. ૧૭૩૨માં માસૂસ ખાનને હરાવ્યો અને માસૂમાબાદ ફરી રાજકોટ બન્યું શ્રીલાખાજીરાજના આ શહેર રાજકીય, સાંસ્કૃતિક અને બૌદ્વિક સંગઠનને માનીતું સ્થળ હતું.

બ્રિટીશરોના સમયમાં રાજકોટનો કોનોટ હોલ, મેસોનિક હોલ, વોટસન મ્યુઝિયમ, લેન્ગલાઇબ્રેરી અને રાજકુમાર કોલેજની ભેળ મળી. અહીંની જ કાઠીયાવાડળની હાઇસ્કૂલ એટલે કે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં સત્ય અને અહિંસાના પાઠ ભણી મોહનદાસ કરમચંદ ગાંધ આ દેશના રાષ્ટ્રપિતા બન્યા. કલા ગાંધીનો ડેલો આજે પણ એમનાસ્મરણો વાગોળતો ઉભો છે.

આજના રાજકોટમાં સમય સાથે ઘણું બદલાયું છે અને ધાર્યા કરતા વધારે બદલાયું છે. નથી બદલાયું તો રાજકોટવાસીઓનો મિજાજ, હજુ એજ શૂન્યમાંથી સર્જન કરવાનો ઇલંબ ૧૯૨૨ પહેલીવાર રાજકોટે ટ્રેન એન્જીનનો પાવો સાંભવ્યો. આજે બ્રોડગેટ એન્જીન રાજકોટને અન્ય નગરો સાથે જોડે છે શહેરની વચ્ચે આવેલું એરપોર્ટ આજે દિવસમાં ૩ વાર મુંબઇ સાથે જોડાયેલા રાખે છે.

લોકોની સુવિધા અને સુખાકારીની સંભાળ માટે આધુનિક ઇમારતોમાં સરકારી ઓફિસો સૌ સાથે કદમ મીલાવે છે. રાજકોટની તબીયતને તરોતાજા રાખવા માટે અત્યાધુનિક સુવિધા રાખવામાં આવે છે.અહીંયા હોસ્પિટલો આંતરરાષ્ટ્રીય સારવાર ઉપલબ્ધ કરાવતી ખાનગી હોસ્પિટલો પણ છે રાજકોટના યૌવનને ચુસ્ત અને દુરસ્ત રાખવા ઇન્ડોર સ્ટેડીયમ, સ્વીમીંગ પુલ, બે ક્રિકેટના મેદાન, અને જીમનેસ્ટામ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે આજે રાજકોટ પાસે પોતીકું એવું ઘણું છે જે વિકસીત અને સતત વિકસતા નગર પાસે હોવું જરુરી છે. કોઇ પણ મેટ્રોસિટીની માફક રાજકોટ પાસે પણ આકાશ આંબતી ઇમારતો છે તો સાથે સાથે શોપિંગમોલ અને સીનેમા હોલ પણ છે.

આજી ડેમ અને ન્યારી ડેમ રાજકોટની પ્રજાને પૂરંતુ પાણી આપવા સિવાય ફરવા માટે સ્થળો પણ છે. શિક્ષણના ક્ષેત્રે પણ રાજકોટનું અનોખું પ્રદાન છે. રાજકોટ દરેક ક્ષેત્રે આગળ આવ્યું છે. આ રંગીલું રાજકોટ રંગીલા લોકોથી રંગીલું મનાય છે. રાજકોટના જન્મથી આજ સુધીની એમા પણ છેલ્લા ૧૫ વર્ષની સફર અકલ્પનીય વિકાસ પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.