Abtak Media Google News

આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવન શૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરુષોમાં નબળાઇની સમસ્યા સતત વધતી જઇ રહી છે. નપુસંકતા, સ્વપ્ન દોષ, શીધ્રપતન વગેરે સમસ્યાઓ લગ્નજીવન પર અસર કરે છે. અસંયમિત ખાન-પાન શરીરમાં જરુરી પોષક તત્વોની કમી અને પુરુષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરુષોમાં દુબળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે-ધીરે વધતી જાય છે. જેથી પુરુષોની આવી સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય તેવા પ્રયોગો વિશે જણાવીએ. જે અજમાવવાથી પુરુષોની યૈશ શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

૧- ૨૦૦ ગ્રામ લસણને પીસીને તેમાં ૬૦ મિલી મધ મિક્સ કરીને એક શીશીમાં ભરી બંધ કરી દેવું. અને તેને કોઇ અનાજની સાથે ૩૧દિવસ માટે રાખી દેવું. ૩૧ દિવસ બાદ ૧૦ ગ્રામની માત્રામાં ૪૦દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે. અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.

૨- સૂંઠ :૪ ગ્રામ સૂંઠ, ૪ ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગુંદર, ૨ ગ્રામ અક્કલગરો, ૨૮ ગ્રામ લીંડીપીપર અને ૩૦ ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ લઇને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધથી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઇને દૂર કરે છે. અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.

૩- અજમો :૧૦૦ ગ્રામ અજમાને સફેદ ડુંગળીનાં રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સુકાયા બાદ તેને ફરીવાર ડુંગળીમાં રસમાં પલાળીને સુકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઇ બોટલમાં ભરી લેવું. આ ચુર્ણ અડધી  ચમચી લઇ તેમાં એક ચમચી પીસેલી સાકર મિશ્ર કરીને તેને ખાવુું. તેની ઉપર નવશેઠું દૂધ પીવું લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.

૪- સફેદ મૂસળી :સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરું અને ઇસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિશ્ર કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઇચ્છા જગાડે છે.

૫- હળદર : ૧ ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિશ્ર કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.

ત્રિફળા :- એક ચમચી  ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતી વખતે ૫ સૂકી દ્રાક્ષની સાથે લેવું. અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણ પેટનાં બધાં પ્રકારનાં રોગો, સ્વપ્નદોષ અને શીધ્ર સ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.