Abtak Media Google News

જાણીએ આ રહસ્યમય મંદિર વિશે……

તુર્કીનું પ્રાચીન શહેર હીરાપોલીસનું મંદિર

Temple At Turkey Hierapolis Has The Mysterious Story Also Known As Gate To Hell | तुर्की के इस मंदिर में अंदर जाने के बाद वापस जिंदा नहीं लौटते लोग, जानिए क्या है

આજે પણ આપણે દુનિયાભરમાંથી આવી જગ્યાઓ વિશે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ જગ્યાઓ પર આવા અજીબોગરીબ દાવા કરવામાં આવે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક દાવો આજકાલ કરવામાં આવી રહ્યો છે કે તુર્કીના પ્રાચીન શહેર હીરાપોલિસમાં એક એવું મંદિર છે જ્યાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ આ મંદિરની અંદર જાય છે તો તેનો મૃતદેહ નથી મળતો. હા! આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ મંદિરની અંદર જવાની હિંમત બહુ ઓછા લોકો કરીને અંદર તો પ્રવેશે છે, પરંતુ તેઓ ફરી ક્યારેય પાછા નથી આવતા. જાણીને નવાઈ લાગે છે કે ધાર્મિક સ્થળોમાં વ્યક્તિને જીવવાનો માર્ગ મળે છે, પરંતુ આ મંદિરમાં વ્યક્તિને મૃત્યુ મળે છે. ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે……

 ‘નર્કનું પ્રવેશદ્વાર’

Temple At Turkey Hierapolis Has The Mysterious Story Also Known As Gate To Hell | तुर्की के इस मंदिर में अंदर जाने के बाद वापस जिंदा नहीं लौटते लोग, जानिए क्या है

એક મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા ઘણા સમયથી અહીં રહસ્યમય મોત થઈ રહ્યા છે જેના કારણે આ જગ્યાને ‘નર્કનું પ્રવેશદ્વાર’ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગ્રીકો-રોમન સમયગાળા દરમિયાન, મંદિરની મુલાકાત લેનાર કોઈપણનું શિરચ્છેદ કરવામાં આવતું હતું. મંદિરમાં શિરચ્છેદ કરવાનું કારણ શું હતું તે આજ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે ગ્રીક દેવતાનો ઝેરી શ્વાસ આ સ્થળના સંપર્કમાં આવનાર કોઈપણ પ્રાણી કે મનુષ્યને મારી નાખે છે.

રહસ્ય

The Gate Of Hell Heirapolis In Turkey Whoever Know About Mystery Behind It - Amar Ujala Hindi News Live - Gate Of Hell:इस मंदिर को माना जाता है &Quot;नर्क का द्वार&Quot;, जो

પરંતુ હવે આ રહસ્ય ખુલ્યું છે. વૈજ્ઞાનિકોએ મંદિર અને તેની આસપાસના લોકોના મૃત્યુનું કારણ જાહેર કર્યું છે. વૈજ્ઞાનિકોના મતે મંદિરની નીચેથી ઝેરી કાર્બન ડાયોક્સાઈડ ગેસ સતત બહાર આવે છે. આ જ કારણ છે કે તેના સંપર્કમાં આવતાં જ માણસો, પશુ-પક્ષીઓ મૃત્યુ પામે છે. વૈજ્ઞાનિકોને મંદિરની નીચેની ગુફામાં મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળી આવ્યો છે.

नर्क के दरवाजे' का रहस्‍य खुला, वैज्ञान‍िकों ने बताया-क्‍यों अंदर जाते ही मर जाते हैं लोग, सद‍ियों बाद सामने आया सच - Mystery Behind Gate To Hell Finally Solved ...

કાર્બન ડાયોક્સાઇડની 10 ટકા સાંદ્રતાથી વ્યક્તિ 30 મિનિટની અંદર મૃત્યુ પામે છે. મંદિરની ગુફાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 91 ટકા છે. આ જ કારણ છે કે અહીં આવનાર દરેક જીવનું મૃત્યુ થાય છે અને તેથી જ તેને “નરકનો દરવાજો” કહેવામાં આવે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.