Abtak Media Google News

ગ્રામ પંચાયતે રેકડીઓ જપ્ત કરી બાદમાં ફેરીયાઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની કડક સુચના આપી રેકડીઓ છોડી મુકી

શાપર વેરાવળમાં કલેક્ટરના જાહેરનામા મુજબ કોઈપણ જાહેર જગ્યાએ મેળાવડો ભેગો ન થવો જોઈએ જેથી વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા શેરીએ શેરીએ રિક્ષા દ્વારા માઈકમાં જાહેરાત કરીને જાહેર જનતા ને જાણ કરવામાં આવેલ હોય, તેમ છતાં વેરાવળ ગામના મેઈન રોડ પર આજે બુધવારી ભરી ફેરિયાઓ મેળાવડો જમા કરતા હોય અને અંદાજીત ૪ હજાર જેટલા વ્યક્તિઓ ભેગા થતા હોય અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલનના થતું હોય તથા ફેરિયાઓ દ્વારા મોઢે માસ્ક પણ બાંધેલ ના હોય જેથી જાહેરનામાનો ભંગ થતો હોય જેની જાણ કરવા છતાં પોતાની રેકડીઓ લીધેલ ન હતી. જેથી વેરાવળ ગામમાં કોરોના વાયરસનો ફેલાવો ના થાય તે માટેથી મેઈન રોડ પર રાખેલી રેકાડીઓ જપ્ત કરી ત્યારબાદ વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફેરિયાઓને કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાઈ તે માટે સાવચેતીના ભાગરૂપે કોરોના વાયરસ ની જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ દરેક ફેરિયાઓને વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા ૫૦ એમએલની એક બોટલ સેનીટાઈજર તથા કાપડના ૪ નંગ માસ્ક વિનામૂલ્યે  આપવામાં આવેલ છે, તેમજ તેમની રેકડિઓ અને માલસામાન પરત આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.