Abtak Media Google News

ઋષિ મહેતા 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો ઊંચકાતા જાણે લોકોના મગજનો પારો ગગડયો હોય તેમ મોરબી વિશિપરામાં બહેનપણીના ઘેર લગ્ન પ્રસંગમાં મોરબીની મહિલાના પતિ તથા નજીકમાં રહેતા તેના  ઓળખીતાને ઝઘડો થતા મહિલાના પુત્રોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મોરબીના વીસીપરા કુલીનગર ૧ની છે જ્યાં  રહેતા ડીમ્પલબેન હિતેશભાઇ રાઠોડ નામની પરણિત મહિલા પોતાની બહેનપણીના ઘેર લગ્નપ્રસંગમાં ગયેલ જ્યા તેણીના પતિ તથા નજીકમાં રહેતા ઓળખીતાને ઝઘડો તકરાર થયેલ થતા રોષ રાખી ડીમ્પલના પુત્રોને  મારી નાખવાની ધમકી આપી હતી.

બિલાલ હુશેનભાઇ ભટ્ટી (રહે. વીસીપરા સરકારી વાડી વિસ્તાર મોરબી) તથા અબ્બાસભાઇ અબ્દુલભાઇ બચડ (રહે.વીસીપરા નોતીયાર હોટલ ઉપર, મોરબી) નામના આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવી ગાળો ભાંડીને શેરીમાં પડેલ મોટરસાયકલમાં ધારીયા તથા પાઇપ વડે નુક્શાન કરી ફરિયાદીના પુત્રોને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.