Abtak Media Google News

મે મહિનો રાષ્ટ્રીય ફોટોગ્રાફી તરીકે ઉજવાય રહ્યો છે, ત્યારે આપણી ભુતકાળની યાદોને વાગોળવા અદભૂત ફોટાઓ મનને પ્રફુલ્લિત કરે છે: 1839 માં પ્રથમ સેલ્ફી લેવાય હતી

ચોથી સદી પૂર્વે મુળરુપે એરિસ્ટોટલ દ્વારા ઉપયોગમાં લેવાતા કેમેરા ઓબ્સ્કપુરાના સિઘ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રથમ કેમેરા ફોટોગ્રાફ 1826માં જોસેફ નિસેફોર નિપસે લીધેલ હતો. કાયમી ફોટોગ્રાફીક ઇમેજ બનાવનાર ને વિશ્ર્વનો પ્રથમ માનવી હતો. 1839માં ફ્રેન્ચ ચિત્રકાર લુઇસ જેક મેન્ડે ડાગ્યુરે પ્રથમ કોમર્શિયલ પોટ્રેટ બનાવ્યું હતું. અને આ વર્ષે જ પ્રથમ સેલ્ફી પણ લેવાય હતી. 1975માં ઇસ્ટમેન્ કોડક દ્વારા પ્રથમ ડિજિટલ કેમેરા બનાવાયા હતા. 1987 થી દર વર્ષે વર્ષનો મે મહિનો ફોટોગ્રાફી મહિના તરીકે ઉજવવામાં આવે છે.

એક ચિત્ર કે ફોટો હજારો શબ્દનું મુલ્ય ધરાવે છે. પોટ્રેટ, લેન્ડસ્કેપ, વેડિંગ ફોટોગ્રાફી, બ્લેક એન્ડવ્હાઇ, વાઇલ્ડ લાઇફ, ફિલ્મ ફોટોગ્રાફી, ઘર અને રિયલ એસ્ટેટ કે પાણીની અંદર ફોટોગ્રાફીનો ઇતિહાસ છે. એક સફળ કેમેરામેન તેના એક ફોટા વડે ઘણી બધી વાતો શબ્દો વગર સમજાવવાની ક્ષમતા ધરાવતો હોય છે.આર્ટ ગેલેરી કે મ્યુઝિયમમાં કલાકારોની કલાકે તેની ફોટોગ્રાફી કળાનો આનંદ માણવાનો શ્રેષ્ઠ અવસર છે, આજે જયારે ફોટોગ્રાફી કલાને પ્રોત્સાહન આપવા વિશ્ર્વસ્તરે તેનો ખાસ મહિનો ઉજવાય રહ્યો છે. ત્યારે સારા ફોટોગ્રાફનું કલેકશન તમારા મોબાઇલની ગેલેરીમાં સંઘરી શકો અને તેને સોશિયલ મીડીયામાં મિત્રોને શેર પણ કરી શકો છો.

જે આંખથી કેદ થઇ શકે એ આપણે બીજાને પ્રસ્તુત નથી કરી શકતા પરંતુ જે કેમેરામાં કેદ થાય તે આપણે દુનિયા આખીને બતાવીછ શકીએ છીએ. આ ચિત્રમાં પક્ષીઓ એ એક બહુ મોટું ઉદાહરણ આપેલ છે કે માણસો પણ એક પ્રજાતી છે જે સાથે કયારેય નથી ચાલતા પરંતુ આ ચિત્રમાં પક્ષીઓ એક જ લાઇનમાં પોતાની ધૂનમાં એવી રીતે ચાલી રહ્યા જે જાણે એ એવું અનુભવે છે કે તેઓ એક સાથે કંઇ પણ કરી શકે છે, કયાંય પણ જઇ શકે છે આ ચિત્રને કેદ કરવુ એટલું સહેલું નથી જેટલુ આપણને જોતા લાગે છે. હા એક તસવીરકાર ની કહેવત છે કે કેમેરો ગમે તેટલો મોંઘો કે સસ્તો હોય તસવીર તો ત્યારે જ સારી લાગે જયારે તેને કેપ્ચર કરવા વાળામાં દમ હોઇ અને આ વાત અત્યારે આ ચિત્ર જોતા સાબિત પણ થઇ ચૂકી છે.

ફોટોગ્રાફી  માણસ માટે સૌથી વધુ ગમતી કલા છે, અને પવર્તમાન યુગમાં તો યુવા વર્ગમાં તેનો ખુબ જ ક્રેઝ જોવા મળે છે. છેલ્લા બસો વર્ષમાં કેટલાક અદભૂત ફોટાઓ આજે જોઇને મનોરંજન સાથે માનસિક આનંદ માણતા તમારી ભૂતકાળની દુનિયામાં એક ડોકીયું જરુર કરજો. ઘણીવાર એક ફોટો મોટી સમસ્યાનું હલનું કારણ બને છે.આજના યુગમાં પરિવારના શુભ પ્રસંગોએ સમુહમાં લેવાયેલી તસ્વીરો, સ્વ સેલ્ફી કે વસઆઇપી સાથે લેવાયેલી પોતાની સેલ્ફીનો ક્રેઝ વધુ છે. આજે કેમેરાનું સ્થાન સારા મોબાઇલ કેમેરાએ લઇ લીધું છે. ત્યારે તેના દ્વારા લેવાયેલી તસ્વીરો મનને આનંદ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.