Abtak Media Google News

કોઇપણ નુકશાન વગર આગથી વાળ કાપવાની ટેકનીક

રાજકોટવાસીઓ હંમેશા કંઇક નવું કરતાં આવે છે. ત્યારે હાલ રાજકોટમાં ફાયર હેરકટનો નવો ક્ધસેપ્સ ચાલુ થઇ ગયો છે. જેનું યુવાનોનું ઘેલું લાગ્યું છે.જાગનાથ-૨૦માં આવેલા ઇમ્પાયર કેરમાં ફાયર હેર કટ કરવામાં આવે છે. આ સલુનના માલીક પારસ ગોંડલીયાએ જણાવ્યું હતું કે પ્રકારના ફાયર કટથી વાળને  કોઇપણ નુકશાન થતું નથી. પરંતુ વાળમાં રહેલા એકસ્ટ્રા ગ્રોથ નીકળી જાય છે. અને તેઓ ઘણા સમયથી આ હેરકટ કરી રહ્યા છે. તેમને કંઇક ને કંઇક નવું કરવું ગમે છે. ત્યારે રીસર્ચ કરતાં કરતાં આ ટાઇપના હેર કટનો વિચાર આવ્યો. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારે ત્યાં અલગ અલગ પ્રકારના બધી જ ટાઇપ હેર કટ કરી આપવામાં આવે છે. સાથે સાથે હાલ બીયડનો પણ ખુબ કેઝ છે. તો અમારે ત્યાં અલગ અલગ બીયર્ડની સ્ટાઇલ પણ કરી આપવામાં આવે છે. સાથે અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની જ પ્રોડકટનો ઉ૫યોગ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.