Abtak Media Google News

માઈન્સ એન્ડ મીનરલ્સ કંપનીને બાંધકામની મંજૂરી આપવા પાંચ લાખની લાંચ માગી’તી

ભૂજ હમીરતળાવ પાસે એ.સી.બી.એ છટકુ ગોઠવ્યું: મહિલા સરપંચની આજે ધરપકડ કરાશે

કચ્છ જિલ્લાના કુકમા ગામે આવેલ માઈન્સ અને મીનરલ્સ કંપનીમાં રેવન્યુને લગતુ બાંધકામ કરવા તેમજ ગ્રામ પંચાયતની આકારણી કરી મંજૂરી આપવા માટે કુકમા ગ્રામ પંચાયતના સરપંચે 5 લાખની લાંચ માંગી હતી જે અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગોઠવેલા છટકામાં ગઈકાલે સાંજે ભૂજ હમીરસર તળાવ પાસે સરપંચ વતી રૂ.4 લાખની લાંચ લેતા પતિ સહિત ત્રણ શખ્સોની એસીબીએ ધરપકડ કરી હતી. અને મહિલા સરપંચની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ માઈન્સ એન્ડ મીનરલ્સ કંપનીના અધિકારીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમા નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે ભૂજ તાલુકાના કુકમા ગામ પંચાયતના મહિલા સરપંચ કંકુબેન અમરતભાઈ મારવાડા, ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ અમરતભાઈ બેચરભાઈ મારવાડા, સરપંચના સંબંધી રવજીભાઈ આયુભાઈ બોચીચા, તેમજ રીતેશ રવજીભાઈ બોચીયાના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માઈન્સ એન્ડ મીનરલ્સ કંપની દ્વારા કુકમા ગ્રામ પંચાયતમાં ઔદ્યોગીક બાંધકામની અને આકારણીની મંજૂરી માંગવામાં આવી હતી જે મંજૂરી આપવા માટે મહિલા સરપંચે રૂ.5 લાખની લાંચની માંગણી કરી અગાઉ રૂ. એક લાખ સ્વીકારી પણલીધા હતા.

બાકીના રૂ.4 લાખની મહિલા સરપંચ અને તેના પતિ દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હોય જે રકમ માઈન્સ એન્ડ મીનરલ્સ કંપની આપવા માંગતી ન હોય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમા ફરિયાદ કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતુ.

એ.સી.બી.એ ગોઠવેલ છટકામાં બાકીના રૂ.4 લાખ લાંચના લેવા માટે ભૂજ હમીરસર તળાવ પાસે આવેલ કંપનીની ઓફીસે સરપંચના પતિ અમરતભાઈ મારવાડા અને સંબંધી રવજીભાઈ બોચીયા તેમજ રીતેશ બોચીયા આવ્યા હતા જેઓને રંગે હાથ ઝડપી લઈ ધરપકડ કરવામાં આવી હતી જયારે મહિલા સરપંચ કંકુબેનની આજે ધરપકડ કરવામાં આવશે. તેમ અધિકારીએ જણાવ્યું હતુ.આ કામગીરી ડી.વાય.એસ.પી. કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એમ.જે. ચૌધરી સહિતના સ્ટાફે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.